✕

આજે રામલીલા મેદાનમાં ઇન્ડિયા બ્લૉકની મહારૅલી: જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે વિપક્ષનું શક્તિપ્રદર્શન

01 November, 2026 07:51 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ મહારૅલીને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA), કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) સમર્થન જાહેર કરી ચૂક્યાં છે.

જ્ઞાનેશ કુમાર

સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને ચૂંટણીલક્ષી ગેરરીતિઓના વિરોધમાં આજે પહેલી નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ (INDIA-ઇન્ડિયા) બ્લૉકની ‘ચલો દિલ્હી’ રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં તમામ વિપક્ષી દળો ઉપરાંત દેશના નાગરિકો-વિદ્યાર્થીઓ અને મહિલાઓને જોડાવા માટે આહ‍્વાન કરવામાં આવ્યું છે. દેશના લોકશાહીના ઇતિહાસમાં એક મહત્ત્વની ઘટના બની રહેનારી આ મહારૅલીમાં વિપક્ષના ટોચના નેતાઓ અને સમર્થકોનો મહેરામણ ઊમટી પડશે, જેમની મુખ્ય માગણી ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની છે.
ઇન્ડિયા બ્લૉકના અગ્રણી નેતાઓ કૉન્ગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ઘરથી ખુલ્લી બસમાં સવાર થઈને મિન્ટો રોડ-કનૉટ પ્લેસ જંક્શનથી માર્ચ શરૂ કરશે, જે રામલીલા મેદાન પહોંચશે. વિપક્ષને અંદાજ છે કે આ રૅલીમાં ૧૦ લાખથી વધુ લોકો જોડાશે. બીજી તરફ દિલ્હી પોલીસે ૫૦,૦૦૦ની ભીડની શક્યતાને પગલે મધ્ય દિલ્હીમાં સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી કડક ટ્રાફિક ઍડ્વાઇઝરી બહાર પાડી છે. નેતાજી સુભાષ માર્ગ, રાજઘાટ અને ITO સહિતના ૧૦ જેટલા મુખ્ય માર્ગો ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.

national news india cockroach janata party special intensive revision sir delhi news