28 March, 2025 08:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
માર્ચ મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે ઇન્કમ-ટૅક્સનું બાકી રહેલું કામ પૂરું કરવા માટે દેશભરની ઇન્કમ-ટૅક્સની ઑફિસો ૨૯થી ૩૧ માર્ચ દરમ્યાન ખુલ્લી રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT)ના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ‘૩૧ માર્ચે નાણાકીય વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે છેલ્લી ઘડીનાં ઇન્કમ-ટૅક્સ સંબંધી કામકાજ પૂરાં કરવા માટે દેશભરની ઇન્કમ-ટૅક્સની ઑફિસો રજાઓના દિવસોમાં પણ ખુલ્લી રાખવામાં આવશે. શનિવાર, રવિવાર અને સોમવારે આવી રહેલી રમઝાન ઈદની રજા હોવા છતાં ઇન્કમ-ટૅક્સની ઑફિસો ખુલ્લી રહેશે.’