08 January, 2026 10:49 AM IST | Mathura | Gujarati Mid-day Correspondent
સાંસદ ખેલ મહોત્સવ
ધર્મેન્દ્રના નિધન પછી તેમનો પરિવાર અને ચાહકો હજી પણ આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. ધર્મેન્દ્રનાં પત્ની હેમા માલિની માટે આ સમય ખૂબ જ દુઃખદાયક છે, પરંતુ તેમણે હવે પોતાના કામ પર પાછાં ફરીને ગમને પાછળ છોડવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં હેમા માલિનીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેઓ મથુરામાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપતાં નજરે ચડે છે. આ વિડિયોમાં લાંબા સમય પછી હેમાના ચહેરા પર મુસ્કાન જોવા મળી છે જેને જોઈને ચાહકો ખુશ છે અને તેમને હિંમત આપી રહ્યા છે.