13 March, 2026 09:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઝારખંડની રાજધાની રાંચીમાં LPG સિલિન્ડર લેવા માટે ગઈ કાલે લાંબી લાઇનો લાગી હતી
દેશમાં ઠેર-ઠેર સિલિન્ડર ખરીદવા માટે લાઇનો લાગી છે. ક્યાંક સિલિન્ડરનાં કાળાં બજાર પણ થઈ રહ્યાં છે. પેટ્રોલ-પમ્પો પર પહેલાં કરતાં વધુ લાંબી લાઇનો લાગેલી છે. જોકે ઘરેલુ ગૅસ માટે જે હારાકીરી થઈ રહી છે એ માત્ર પૅનિકને કારણે છે એવું કેન્દ્ર સરકારે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું હતું. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયનાં જૉઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ કહ્યું હતું કે ‘ભારત કુલ જરૂરિયાતના ૬૦ ટકા LPG આયાત કરે છે. એમાંથી ૯૦ ટકા સપ્લાય સ્ટ્રેટ ઑફ હોર્મુઝના રસ્તેથી આવે છે. એમ છતાં દેશમાં રોજ ૫૦ લાખ LPG સિલિન્ડરની ડિલિવરી થાય છે. દેશમાં કાચા તેલનો પુરવઠો પૂરી રીતે સંતોષજનક છે. દેશના એક લાખ પેટ્રોલ-પમ્પો પર અવિરત ફ્યુઅલ ઉપલબ્ધ છે અને એમાં કોઈ ડ્રાય-આઉટ જેવી સ્થિતિ નથી.