સુબ્રત રૉયને મળવા ઍર-હૉસ્ટેસો આવતી, દારૂની બૉટલો પણ જોયેલી; કેજરીવાલને ફરિયાદ કરી પણ કોઈ પગલાં લેવાયાં નહીં

27 February, 2025 07:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તિહાડ જેલના ભૂતપૂર્વ PRO સુનીલ ગુપ્તાનો આરોપ...

સુનીલ કુમાર ગુપ્તા, સુબ્રત રૉય

દિલ્હીમાં આવેલી તિહાડ જેલના ભૂતપૂર્વ પબ્લિક રિલેશન્સ ઑફિસર (PRO) સુનીલ કુમાર ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે ‘સહારા ગ્રુપના વડા સુબ્રત રૉયને જ્યારે તિહાડ જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે તેમને જેલમાં મળવા માટે દિવસમાં બે-ત્રણ વાર ઍર-હૉસ્ટેસો આવતી હતી અને તેમની સાથે કલાકો સુધી રહેતી હતી. મેં આ વાતની જાણકારી તત્કાલીન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આપી હતી, પણ તેમણે કોઈ પગલાં લીધાં નહોતાં. મેં તેમના સેલમાં શરાબની બૉટલો પણ જોઈ હતી.’

આ મુદ્દે વધુ આરોપ લગાવતાં સુનીલ ગુપ્તાએ કહ્યું હતું કે ‘સુબ્રત રૉયને જેલમાં ઘણી સુવિધાઓ મળી હતી. સુપ્રીમ કોર્ટનો નિર્દેશ હતો કે એ તમામ કાનૂની રીતે હોવી જોઈએ, પણ ઘણી ચીજો ગેરકાનૂની થતી હતી.’

સુબ્રત રૉયનું નિધન ૨૦૨૩ના નવેમ્બર મહિનામાં થયું હતું અને આ આરોપ વિશે તેમના પરિવારે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

new delhi subrata roy arvind kejriwal tihar jail sahara group supreme court national news news