મુશ્કેલીમાં ગાયક રાહત ફતેહ અલી ખાન, FEMAના ઉલ્લંઘન માટે EDની નોટિ

30 January, 2019 12:23 PM IST  | 

મુશ્કેલીમાં ગાયક રાહત ફતેહ અલી ખાન, FEMAના ઉલ્લંઘન માટે EDની નોટિ

રાહત ફતેહ અલી ખાન મુશ્કેલીમાં

જાણીતા પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને ફોરેઈન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન અંતર્ગત આ નોટિસ આપવામાં આવી છે. વિદેશી ચલણની દાણચોરીના મામલે EDએ ગાયક પાસે જવાબ માંગ્યો છે. મળતી માહિતી પ્રમાણે, રાહત ફતેહ અલી ખાને ગેરકાયદે 3, 40, 000 અમેરિકન ડૉલર કમાયા. જેમાંથી 2, 25, 000 ડૉલરની દાણચોરી કરવાનો આરોપ છે. મળતી માહિતી પ્રમાણે જો તપાસ એજન્સી રાહત ફતેહ અલી ખાનના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો તેમણે દાણચોરીની આ રકમ પર 300 ટકા દંડ ભરવો પડશે. જો તે દંડ નહીં ભરે તો, તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે. અને સાથે જ તેમના ભારતમાં તેમના શો પર પ્રતિબંધ લાગી શકે છે.

આ પણ વાંચોઃ SC/ST કાયદા પર રોક માટે સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ

મહત્વનું છે કે આ પહેલા 2011માં રાહત ફતેહ અલી ખાન દિલ્લી એરપોર્ટથી 1.24 લાખ ડૉલર સાથે પકડાયા હતા. તે સમયે પણ રાહત આ પૈસાને લઈને કોઈ દસ્તાવેજ નહોતા બતાવી શક્યા. જે બાદ ખૂબ જ હંગામો થયો હતો. ગાયક અને તેમની સાથે હાજર તેના મેનેજર અને વ્યવસ્થાપકને પણ પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

rahat fateh ali khan national news