ડોડાના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, આર્મી-કૅપ્ટન શહીદ, એક નાગરિક ઘાયલ

15 August, 2024 08:03 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

મંગળવારે રાતે આ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ગઈ કાલે સવારે એ ફરી શરૂ થયું હતું

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાનાં જંગલોમાં શિવગઢ-અસ્સર બેલ્ટમાં ગઈ કાલે ચાર આતંકવાદીઓ સામેના સર્ચ-ઑપરેશન વખતે તેમણે કરેલા ગોળીબારમાં આર્મી-કૅપ્ટન દીપક સિંહ શહીદ થયા હતા, જ્યારે એક નાગરિક ઘાયલ થયો હતો. મંગળવારે રાતે આ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ગઈ કાલે સવારે એ ફરી શરૂ થયું હતું, જેમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. આતંકવાદી પાસેથી અમેરિકન બનાવટની રાઇફલ, દારૂગોળો અને લોહીમાં લથપથ ત્રણ જૅકેટ મળી આવ્યાં હતાં. સ્વતંત્રતા-દિવસ પહેલાં એક તરફ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, આર્મી-ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ વચ્ચે સુરક્ષાના મુદ્દે બેઠક થઈ હતી ત્યારે જ આ એન્કાઉન્ટર થયું હતું. 

national news india jammu and kashmir terror attack indian army