રાજસ્થાનના સાંવલિયા શેઠ મંદિરમાં દાનના તમામ રેકૉર્ડ તૂટ્યા

14 March, 2026 09:59 AM IST  |  Chittorgarh | Gujarati Mid-day Correspondent

૪૬ કરોડ રૂપિયાથી વધુનું રોકડ દાન, ૩ કિલો સોનું અને ૧૫૨ કિલો ચાંદી

મંદિર-પ્રશાસનના કહેવા અનુસાર આ વખતે ભંડારમાંથી ૩૬,૫૭,૮૭,૬૪૨ રૂપિયા મળ્યા છે

રાજસ્થાનના ચિત્તોડગઢ‌ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ સાંવલિયા શેઠ મંદિરમાં ફરી એક વાર શ્રદ્ધાળુઓની અસ્થાનો મહેરામણ જોવા મળ્યો હતો. મંદિરના માસિક ભંડારની ગણનાના સાતમા અને અંતિમ ચરણ પછી કરોડો રૂપિયાના દાન અને ભેટની નોંધણી થઈ છે. મંદિર-પ્રશાસનના કહેવા અનુસાર આ વખતે ભંડારમાંથી ૩૬,૫૭,૮૭,૬૪૨ રૂપિયા મળ્યા છે. આ ઉપરાંત મંદિરને ઑનલાઇન માધ્યમથી ૧૦,૦૦,૪૫,૨૮૪ રૂપિયા પણ મળ્યા છે. એને કારણે કુલ દાનની સંખ્યા ૪૬.૫૮ કરોડ રૂપિયાને પાર જતી રહી છે. શ્રદ્ધાળુઓએ મોટી માત્રામાં સોના અને ચાંદીની ચીજો પણ અર્પિત કરી છે. ગણતરી દરમ્યાન લગભગ ૩ કિલો સોનું અને ૧૫૨ કિલો ૬૦૯ ગ્રામ ચાંદી ભેટરૂપે મળી છે. 

rajasthan national news news