પટના-હાવડા વંદે ભારતના બ્રેકફાસ્ટમાં મળી ઈયળો

21 April, 2025 09:48 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

પ્રવાસીને આપવામાં આવેલા બ્રેકફાસ્ટના ઍલ્યુમિનિયમના કન્ટેનરમાં ઈયળો ફરી રહી હોવાનો વિડીયો વાયરલ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

દેશની સૌથી આધુનિક અને હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસના બ્રેકફાસ્ટમાં ઈયળો મળી આવતાં પ્રવાસીઓમાં ભારે સંતાપની લાગણી જોવા મળી હતી અને તેમણે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના સોશ્યલ મીડિયામાં પણ વાઇરલ બની હતી.

પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના બ્રેકફાસ્ટમાં એક પ્રવાસીને ઈયળો જોવા મળી હતી. તેણે તરત IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન)ને ફરિયાદ કરી હતી. 
આ ઘટનામાં એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે પ્રવાસીને આપવામાં આવેલા બ્રેકફાસ્ટના ઍલ્યુમિનિયમના કન્ટેનરમાં ઈયળો ફરી રહી છે અને પ્રવાસી એનું રેકૉર્ડિંગ કરી રહ્યો છે.

national news india vande bharat indian railways irctc