31 May, 2026 11:42 AM IST | karnataka | Gujarati Mid-day Correspondent
કર્ણાટકના ડેપ્યુટી મુખ્ય પ્રધાન હવે રાજ્યના ૨૪મા મુખ્ય પ્રધાન બનશે
કર્ણાટકના ડેપ્યુટી મુખ્ય પ્રધાન હવે રાજ્યના ૨૪મા મુખ્ય પ્રધાન બનશે. બૅન્ગલોરમાં ગઈ કાલે કૉન્ગ્રેસના વિધાનસભ્યોની બેઠકમાં તેમને વિધાનસભાના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ૨૮ મેએ રાજીનામું આપનારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જ તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો અને સર્વસંમતિથી એ સ્વીકારાયો હતો. એ બેઠક પછી શિવકુમાર રાજ્યપાલ થાવર ચંદ ગેહલોટને મળ્યા હતા. સૂત્રોના કહેવા મુજબ મુખ્ય પ્રધાન બદલાવાની સાથે તેમનું પ્રધાનમંડળ પણ બદલાશે. હાલની કૅબિનેટમાંથી ૧૦ પ્રધાનો હટાવવામાં આવશે અને નવી કૅબિનેટમાં સિદ્ધારમૈયા અને મલ્લિકાર્જુન ખડગેના દીકરાઓ પણ સામેલ થશે. એવું ચર્ચાઈ રહ્યું છે કે પાર્ટીમાં સૌને ખુશ રાખવા માટે ૪ નાયબ મુખ્ય પ્રધાનો બનાવવામાં આવી શકે છે.