16 February, 2025 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂનમ ગુપ્તાએ ૧૨ ફેબ્રુઆરીએ રાતે CRPFના અસિસ્ટન્ટ કમાન્ડન્ટ અવનીશ કુમાર સાથે લગ્ન કર્યાં
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ની મહિલા ઑફિસર અને પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુની પર્સનલ સિક્યૉરિટી ઑફિસર (PSO) પૂનમ ગુપ્તાએ ૧૨ ફેબ્રુઆરીએ રાતે CRPFના અસિસ્ટન્ટ કમાન્ડન્ટ અવનીશ કુમાર સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન એટલા માટે ખાસ હતાં કારણ કે એ રાષ્ટ્રપતિભવનમાં થયાં અને ખુદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ માટે મંજૂરી આપી હતી અને ત્યાં આવીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. રાષ્ટ્રપતિભવનના મધર ટેરેસા કૉમ્પ્લેક્સમાં આ લગ્નસમારોહ યોજાયો હતો અને એને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો. અવનીશ કુમાર જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત છે. આ લગ્નસમારોહમાં વર અને કન્યા પક્ષના આમંત્રિત મહેમાનો ઉપરાંત માત્ર ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.