એક સ્ત્રીને શા માટે આ પદ આપવામાં આવ્યું?

26 January, 2025 10:54 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવી એટલે કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખીનો સવાલ

શુક્રવારે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરની ઉપાધિ આપતાં પહેલાં કરવામાં આવેલી વિધિઓ વખતે તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવતાં વિરોધ પણ થવા લાગ્યો છે કે એક સ્ત્રીને શા માટે આ અખાડામાં સ્થાન આપવામાં આવ્યું છે. કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખીએ મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાં સામેલ કરવા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે ‘મમતા કુલકર્ણી એક મહિલા છે અને આ કિન્નરોનો અખાડો છે, તો શા માટે એક સ્ત્રીને એમાં મહામંડલેશ્વર બનાવવામાં આવી છે.

આ અખાડો માત્ર કિન્નરો માટે જ છે. જો આ અખાડામાં દરેક વર્ગને સામેલ કરવામાં આવશે તો એનું નામ શા માટે કિન્નર અખાડા રાખવામાં આવ્યું છે.’

મમતા કુલકર્ણી ધાર્મિક પાત્રવાળી ફિલ્મમાં કામ કરી શકશે
કિન્નર અખાડાના ​આચાર્ય મંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું હતું કે સંન્યાસ લીધા પછી પણ મમતા કુલકર્ણી ફિલ્મોમાં કામ કરી શકે છે, પણ તેનું પાત્ર ધાર્મિક હોવું જોઈએ, તેમણે કહ્યું હતું કે અમે કોઈને તેમની કળાનું પ્રદર્શન કરતાં રોકતા નથી.

mamta kulkarni kumbh mela prayagraj uttar pradesh national news news