કોલસા કૌભાંડ : સીબીઆઇ અભિષેક બૅનરજીના સાઢુભાઈની પણ પૂછપરછ કરશે

13 March, 2021 04:52 PM IST  |  Kolkata | Agencies

કોલસા કૌભાંડ : સીબીઆઇ અભિષેક બૅનરજીના સાઢુભાઈની પણ પૂછપરછ કરશે

કોલસા કૌભાંડ : સીબીઆઇ અભિષેક બૅનરજીના સાઢુભાઈની પણ પૂછપરછ કરશે

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના અધિકારીઓ ઈસ્ટર્ન કૉલ ફિલ્ડની ખાણમાંથી કોલસાની ચોરી અને આઇકોર ચિટ ફન્ડના કેસમાં તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય અભિષેક બૅનરજીની સાળી મેનકા ગંભીરના પતિ અંકુશ અરોરા અને સસરા પવન અરોરાની પૂછપરછ કરશે. બન્નેને પૂછપરછ માટે ૧૫ માર્ચે સીબીઆઇની ઑફિસમાં બોલાવવામાં આવ્યા છે. આઇકોર ચિટ ફન્ડના કેસમાં પૂછપરછ માટે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના શિક્ષણ ખાતાના પ્રધાન પાર્થો ચેટરજીને પણ ૧૫ માર્ચે સીબીઆઇએ બોલાવ્યા છે.
ઈસ્ટર્ન કૉલ ફિલ્ડની ખાણોમાંથી કોલસાની ચોરી અને આઇકોર ચિટ ફન્ડ કૌભાંડના કેસમાં અભિષેક બૅનરજીની પત્ની રુજિરા અને સાળી મેનકા ગંભીરને પૂછપરછની કાર્યવાહી સીબીઆઇના અધિકારીઓ કરી ચૂક્યા છે. અભિષેક બૅનરજી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજીના ભત્રીજા છે.

kolkata national news