✕

તિરુપતિ બાલાજીને ચેન્નઈના ઉદ્યોગપતિએ ૨૦૬ કરોડ રૂપિયાનાં ૧૨૧ કિલો સોનાનાં આભૂષણો દાન કર્યાં

27 November, 2026 11:08 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ચંદ્રાબાબુ નાયડુની ઉપસ્થિતિમાં આ આભૂષણો મંદિર પ્રશાસનને સોંપાયાં હતાં. એમાં ભગવાન માટે સોનાનો મુગટ, બાજુબંધ, કમરબંધ અને પગનાં આભૂષણો સહિતનાં ખાસ ઘરેણાં સામેલ છે.

ગઈ કાલે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુની ઉપ‌સ્થિ‌તિમાં સોનાનાં આભૂષણોનું દાન કરતા વર્ધમાન જૈન

આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીના મંદિરમાં ચેન્નઈના ઉદ્યોગપતિ વર્ધમાન જૈને ૧૨૧ કિલો સોનાનાં આભૂષણો દાન કર્યાં છે. એની કિંમત અંદાજે ૨૦૬ કરોડ રૂપિયા છે. ગુરુવારે ૨૬ નવેમ્બરે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુની ઉપસ્થિતિમાં આ આભૂષણો મંદિર પ્રશાસનને સોંપાયાં હતાં. એમાં ભગવાન માટે સોનાનો મુગટ, બાજુબંધ, કમરબંધ અને પગનાં આભૂષણો સહિતનાં ખાસ ઘરેણાં સામેલ છે.

વર્ધમાન જૈન હેલ્થકૅર ટેક્નૉલૉજી, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) અને ઑટોમેશન ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિ છે. તેઓ ઍક્સેસ હેલ્થકૅરના સ્થાપક અને ભૂતપૂર્વ વાઇસ ચૅરમૅન છે. અગાઉ તેઓ વિઝન હેલ્થસોર્સના સહ-સ્થાપક તથા ડેલ સર્વિસિસના BPO વિભાગના મૅનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. અહેવાલો મુજબ, ૨૦૨૫માં તેમણે ઍક્સેસ હેલ્થકૅરનો ૭૦ ટકા હિસ્સો એક અમેરિકી કંપનીને અંદાજે ૧૬,૦૦૦ કરોડ રૂપિયા (બે અબજ ડૉલર)માં વેચ્યો હતો. એ સોદા બાદ તેમણે ભગવાન વેંકટેશ્વરને ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનાં સોનાનાં આભૂષણો દાન કરવાની યોજના બનાવી હતી.

andhra pradesh chennai tirupati automobiles business news news national news