30 April, 2026 09:13 AM IST | Dispur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગઈ કાલે બહાર આવેલા એક્ઝિટ પોલ મુજબ પૉન્ડિચેરીમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ને સતત બીજી વાર સત્તા મળશે એવી સંભાવના જતાવાઈ છે. પૉન્ડિચેરીમાં કુલ ૩૦ બેઠકો પર ચૂંટણી થઈ હતી અને બહુમત માટે ૧૬ બેઠકો પર જીત જરૂરી છે. પોલ ઑફ પોલ્સમાં NDAને ૧૬થી ૧૯ બેઠકો મળી રહી છે, જ્યારે કૉન્ગ્રેસના ગઠબંધનને ૧૦થી ૧૨ બેઠકો મળી રહી છે. અહીં ઍક્ટર વિજયની TVK પાર્ટીનું ખાતું ખૂલે અને બેથી ચાર બેઠકો મળે એવું અનુમાન છે.
બીજી તરફ આસામમાં BJP જીતની હૅટ-ટ્રિક લગાવશે. આસામમાં વિધાનસભાની કુલ ૧૨૬ બેઠકો છે, જેમાંથી સરકાર બનાવવા માટે ૬૩ બેઠક પર જીત જરૂરી છે. આસામમાં થયેલા પાંચ એક્ઝિટ પોલમાં એકસૂરે BJPનો જ ડંકો વાગે એવું અનુમાન છે. પોલ ઑફ પોલ્સમાં BJPને ૮૮થી ૯૮ બેઠકો અને કૉન્ગ્રેસને ૨૭થી ૩૦ બેઠકો મળે એવું અનુમાન છે.