ભીખ માગીને ચૂંટણી લડનારા અરવિંદકુમાર રાણા બધા પર ભારે પડ્યા, હઝારીબાગના મેયર બન્યા

28 February, 2026 11:49 AM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

આમ તેઓ લોકતંત્રના બે સ્તંભ રહી ચૂક્યા છે અને હવે ત્રીજા સ્તંભમાં ભૂમિકા ભજવવા તૈયાર છે.

અરવિંદકુમાર રાણા

ઝારખંડની હજારીબાગ સુધરાઈમાં મેયરપદની ચૂંટણીમાં અરવિંદકુમાર રાણાએ જીત મેળવી છે. તેઓ ચૂંટણી લડતી વખતે લોકો પાસેથી ભીખ માગતા હતા અને તેમણે જણાવ્યું હતું કે ‘મારી પાસે ચૂંટણી લડવાનાં નાણાં નથી, હું લોકોના અધિકારો માટે લડી રહ્યો છું અને મેં મારી ચૂંટણી ઍફિડેવિટમાં જણાવ્યું છે કે મારી પાસે ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા જ છે. લોકોએ મને ૧.૩૫ લાખ રૂપિયા આપ્યા છે.’ 

અરવિંદકુમાર રાણા પત્રકારત્વમાં છે અને વકીલ પણ છે. આમ તેઓ લોકતંત્રના બે સ્તંભ રહી ચૂક્યા છે અને હવે ત્રીજા સ્તંભમાં ભૂમિકા ભજવવા તૈયાર છે.

હજારીબાગમાં મેયરપદ માટે મુકાબલો ત્રિકોણીય હતો. મેયરપદ માટે BJPએ સુદેશ ચંદ્રવંશીને ટેકો આપ્યો હતો, જ્યારે કૉન્ગ્રેસ સમર્થિત ઉમેદવાર તસલીમ અન્સારી પણ તેમની સામે ચૂંટણી લડી રહ્યા હતા. ઝારખંડ મુક્તિ મોરચાએ ત્રીજા ઉમેદવારને ટેકો આપ્યો હતો. શરૂઆતમાં તેમને નબળા ઉમેદવાર માનવામાં આવતા હતા, પણ તેમણે બધાને હરાવીને જીત મેળવી છે.

national news india jharkhand political news