13 November, 2024 11:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દિલ્હી શરાબ કૌભાંડમાં પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA)ના સમન્સ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની ફરિયાદને પગલે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી હાઈ કોર્ટમાં પહોંચ્યા છે અને તેમની અરજીના પગલે કોર્ટે EDને નોટિસ આપીને તેમનો જવાબ માગ્યો છે. કેજરીવાલે ટ્રાયલ કોર્ટના ચુકાદાને દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર્યો છે અને એના પર સ્ટે લગાવવાની તેમણે માગણી કરી હતી. જોકે જસ્ટિસ મનોજ કુમાર ઓહરીએ એ ફગાવી દીધી હતી. કેજરીવાલે તેમની અરજીમાં ED દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર સવાલ ઉઠાવ્યા છે. EDએ આ અરજી પર વિરોધ નોંધાવ્યો છે. આ કેસમાં આગળની સુનાવણી ૧૯ ડિસેમ્બરે થશે.