ગૅસ-ટ્રબલ : બૅન્ગલોરમાં આજથી બધી રેસ્ટોરાં બંધ

10 March, 2026 07:18 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ગૅસ-સપ્લાયની અછતને કારણે આખા શહેરની હોટેલોએ આજથી રેસ્ટોરાં બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોર હોટેલ્સ અસોસિએશને ગઈ કાલે જાહેરાત કરી હતી કે ‘કમર્શિયલ ગૅસ સિલિન્ડરની સપ્લાય બંધ થઈ ગઈ હોવાથી હોટેલ ઇન્ડસ્ટ્રી માટે મોટું સંકટ પેદા થયું છે. ઑઇલ કંપનીઓએ પહેલાં ભરોસો અપાવ્યો હતો કે ૭૦ દિવસ સુધી ગૅસ-સપ્લાયમાં કોઈ અવરોધ નહીં આવે, પરંતુ અચાનક જ સપ્લાય રોકાઈ જતાં હોટેલ-ઇન્ડસ્ટ્રી માટે મોટો ઝટકો છે. ગૅસ-સપ્લાયની અછતને કારણે આખા શહેરની હોટેલોએ આજથી રેસ્ટોરાં બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.’

national news india bengaluru indian government