ઍરટેલના ટૅરિફમાં ૧૧-૨૧ ટકાનો વધારો, ત્રણ જુલાઈથી લાગુ થશે

29 June, 2024 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા ટૅરિફ મુજબ ૫૦૯ રૂપિયાના ૮૪ દિવસના પ્રી-પેઇડ પ્લાનમાં ૬ GB ડેટા, ૧૦૦ SMS અને અનલિમિટેડ કૉલિંગ મળશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઍરટેલે એના તમામ પ્રી-પેઇડ અને પોસ્ટ-પેઇડ ટૅરિફમાં વધારો કર્યો છે. નવો ટૅરિફ પ્લાન ૩ જુલાઈથી લાગુ થશે. ઍરટેલનો સૌથી સસ્તો પ્લાન હવે ૨૮ દિવસની વૅલિડિટી સાથે ૧૯૯ રૂપિયામાં પડશે જેમાં બે GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને ૧૦૦ ફ્રી SMS મળે છે. પહેલાં આ પ્લાનની કિંમત ૧૭૯ રૂપિયા હતી. ઉલ્લેખનીય છે કે ઍરટેલ કંપનીએ તમામ પ્લાનના રેટ્સ વધાર્યા છે; પણ કૉલ મિનિટ, ફ્રી ડેટા વગેરે જેવા લાભો યથાવત્ રહેશે. ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડરે ૩ પ્રી-પેઇડ અનલિમિટેડ વૉઇસ પ્લાન, ૯ પ્રી-પેઇડ ડેઇલી ડેટા પ્લાન, ૩ પ્રી-પેઇડ ડેટા ઍડ-ઑન પ્લાન અને ૪ પોસ્ટ-પેઇડ પ્લાન સહિત તમામમાં ભાવવધારાની જાહેરાત કરી છે. નવા ટૅરિફ મુજબ ૫૦૯ રૂપિયાના ૮૪ દિવસના પ્રી-પેઇડ પ્લાનમાં ૬ GB ડેટા, ૧૦૦ SMS અને અનલિમિટેડ કૉલિંગ મળશે.

business news airtel national news