બૉમ્બની અફવા ફેલાવનારને આજીવન કારાવાસની સજા મળવી જોઈએ: ઉડ્ડયન પ્રધાને કરી નવી માગણી

21 October, 2024 07:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Airlines Bomb Threat: આવા કેસોને કોગ્નિઝેબલ ગુના ગણવા જોઈએ. આ સિવાય તેમને નો-ફ્લાય લિસ્ટમાં મુકવા જોઈએ એટલે કે તેમના પર હંમેશ માટે ફ્લાઈંગ પર પ્રતિબંધ મુકવો જોઈએ, એવું ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ કહ્યું હતું.

ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ (તસવીર: સોશિયલ મીડિયા)

દેશભરની અનેક ઍરલાઇન્સની ફ્લાઈટ્સમાં બૉમ્બ હોવાની સેંકડો ધમકીઓ સોશિયલ મીડિયા મારફત આપવામાં આવી રહી છે. જોકે આ બધી ધમકીઓ ખોટી હોવાનું સામે આવે છે. આવી ખોટી ધમકીઓને લઈને ઍરલાઇન્સની (Airlines Bomb Threat) અનેક ફ્લાઇટ્સને રદ અને લેટ કરતાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બોમ્બની ખોટી ધમકીઓ આપનારને પડકવા માટે ભારત સરકાર પણ કડક પગલાં લઈ રહી છે. તેમ જ બૉમ્બની ખોટી ધમકીઓ સામે હવે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

પ્લેનમાં બૉમ્બ છે! આજકાલ દરરોજ આવી ધમકીઓ મળી રહી છે, જેના કારણે ઍરપોર્ટ ઓથોરિટીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ક્યારેક ઇમરજન્સી લેન્ડિંગ (Airlines Bomb Threat) કર્યા પછી ફ્લાઈટ્સનું ચેકિંગ કરવામાં આવે છે તો ક્યારેક ટેકઓફના કલાકો પહેલાં ફ્લાઈટ્સનું ચેકિંગ કરવામાં આવે છે. હવે સરકાર પણ આવી બાબતો અંગે કડક વલણ અપનાવી શકે છે. સોમવારે ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ કહ્યું કે અફવા ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આવા કેસોને કોગ્નિઝેબલ ગુના ગણવા જોઈએ. આ સિવાય તેમને નો-ફ્લાય લિસ્ટમાં મુકવા જોઈએ એટલે કે તેમના પર હંમેશ માટે ફ્લાઈંગ પર પ્રતિબંધ મુકવો જોઈએ.

નાયડુએ કહ્યું કે આ માટે કાયદો બનાવવો જોઈએ, જેમાં અફવા ફેલાવવા માટે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ હોવી જોઈએ. આવા ફેક કોલથી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. સમગ્ર વહીવટીતંત્ર પરેશાન છે અને મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા એક અઠવાડિયામાં જ આવા 100 કોલ આવ્યા છે જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉડાન યોજનાના (Airlines Bomb Threat) 8મા વર્ષ નિમિત્તે નાયડુએ કહ્યું કે આ એક સંવેદનશીલ વાત છે. જ્યારે આપણે ફેક કોલ્સ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે એ પણ વિચારવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવું જોઈએ. તેથી કોઈપણ ધમકીની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તે સમય લે છે અને સમગ્ર પ્રોટોકોલને અનુસરવામાં આવે છે.

નાયતેમણે કહ્યું કે હવે બૉમ્બ અથવા ફ્લાઈટ પર હુમલા જેવી ધમકી આપનારા નકલી ફોનને નોંધનીય ગુનો બનાવવામાં આવશે. આમ કરનારને નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવશે. આ સિવાય અમે ઈચ્છીએ છીએ કે આવા મામલામાં કડકમાં કડક સજા થવી જોઈએ. આવા કેસમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ પણ હોવી જોઈએ. અમે સુરક્ષા કેમેરાની સંખ્યામાં પણ વધારો કર્યો છે. આનાથી ઍરપોર્ટનું મોનિટરિંગ (Airlines Bomb Threat) વધુ મજબૂત બન્યું છે. આ સિવાય અમે ગૃહ મંત્રાલય સાથે પણ વાત કરી રહ્યા છીએ કે આ મામલાઓનો સામનો કેવી રીતે કરવો. અમારે વિમાન સુરક્ષા નિયમોમાં ફેરફાર કરવા પડશે અને અમે આ મામલો ગૃહ મંત્રાલય સમક્ષ મૂક્યો છે. નવા કાયદામાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ હશે.

bomb threat air india jet airways indigo spicejet Vistara national news