કર્ણાટકમાં નદીમાં ડૂબીને એક જ પરિવારનાં ૧૦ જણનાં મૃત્યુ

26 May, 2026 10:55 AM IST  |  karnataka | Gujarati Mid-day Correspondent

આ ઘટનાના ૨૪ કલાક પછી પણ એક વ્યક્તિનો કોઈ પત્તો નહોતો મળ્યો.

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં થટ્ટે હક્કલુ નદીમાં છીપલાં વીણવા ગયેલા એક જ પરિવારના ૧૦ જણનાં મૃત્યુ થયાં હતાં. એમાં ૭ મહિલા હતી. પોલીસના કહેવા અનુસાર શિરાલી ગામમાંથી લગભગ ૧૪ જણ નદીમાં છીપલાં વીણવા માટે ઊતર્યા હતા. જોકે એ જ દરમ્યાન અચાનક નદીના પ્રવાહમાં તીવ્રતા વધી જતાં લોકો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. પાણીના તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગયેલા લોકોને બચાવવા માટે કેટલાક લોકો નદીમાં કૂદ્યા હતા. આ ઘટનામાં માત્ર ત્રણ જ જણ ઊગરી શક્યા હતા. એક જ પરિવારના ૧૦ જણ પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટનાના ૨૪ કલાક પછી પણ એક વ્યક્તિનો કોઈ પત્તો નહોતો મળ્યો.

બદાયૂં-બરેલીમાં ગંગાસ્નાન દરમ્યાન ૩૧ શ્રદ્ધાળુઓ તણાયા : સાતનાં મૃત્યુ, એક લાપતા 

ગંગા દશહરા પર સ્નાન કરતી વખતે બદાયૂં અને બરેલીમાં ૩૧ શ્રદ્ધાળુઓ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જોકે કિનારે તહેનાત રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઍક્શનમાં આવી જતાં ૨૩ લોકોને બચાવી લેવાયા હતા. ૭ શ્રદ્ધાળુઓ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા અને ગઈ કાલે મોડી રાત સુધી એક બાળકી લાપતા હતી. 

national news india karnataka