Wome's Day: ફ્લેર બારટેન્ડર અમી શ્રોફ કહે છે પડકારો જ ઘડવાનું કામ કરે

08 March, 2021 01:53 PM IST  |  Mumbai | Chirantana Bhatt

Wome's Day: ફ્લેર બારટેન્ડર અમી શ્રોફ કહે છે પડકારો જ ઘડવાનું કામ કરે

અમી શ્રોફ. તસવીર સૌજન્ય - અમી શ્રોફ

આમ તો હવે કહેવા માટે બધું બદલાયું છે પણ છોકરીના હાથમાં સ્કોચનો ગ્લાસ જોઇને ભવાં ચઢાવનારાઓ તો આજે ય છે. હાથમાં ગ્લાસ હોવો અને તમારા હાથમાં જે ગ્લાસ હોય તેમાં જે શરાબ હોય, જે ડ્રિંક હોય તે તૈયાર કરનારી જો એક છોકરી હોય તો પછી તો કહેવું જ શું? ગુજરાતી મિડ ડે ડૉટ કોમ છેલ્લા એક સપ્તાહથી તમને મળાવી રહ્યું છે એવી મહિલાઓ અને યુવતીઓ સાથે જેમણે અસાધારણતાને સાહજીકતાથી જ પોતાનો સ્વભાવ બનાવ્યો.


આજે મળીએ અમી શ્રોફને જે ભારતનાં સૌથી સફળ ગણાતા ફ્લેર બારટેન્ડર્સમાંથી એક છે. જગલિંગ અને બેઝિક વર્કશોપ્સના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢી તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરી.


તે કહે છે, "2003માં મેં જ્યારે શરૂઆત કરી ત્યારે તો બારટેન્ડિંગ બહુ નાની ઇન્ડસ્ટ્રી હતી અને એમાં ય છોકરીઓ તો નહોતી જ. છેલ્લા દોઢ દાયકામાં હૉસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રી ખૂબ વિકસી છે અને ઘણું બદલાયું છે પણ છતાંય બારની પાછળ કામ કરનારી યુવતીઓનો રેશિયો તો ઓછો જ છે."
અમી કહે છે કે, "એક બાળક તરીકે મારામાં ક્યુરિયોસિટી ફેક્ટર બહુ હતું, મને ઉત્સુકતા બહુ રહેતી બધી જ બાબતની. ક્યારકે રિમોર્ટ સ્પિન કરતી તો ક્યારેક કંઇ બીજું. એ બધી મારી નાનપણની રમતો મને ફ્લેર બારટેન્ડર બનવામાં કામ લાગી." અમી શ્રોફ કોઈ સીધી સાદી બારટેન્ડર નથી, તે ફ્લેર બારટેન્ડર છે. તમે અનેક વાર એ દ્રશ્યો ફિલ્મોમાં જોયા હશે જ્યાં બારટેન્ડર ડ્રિંક બનાવતા પહેલાં હાથની કરામાત કરે. ડ્રિંક ઉછળે, શૅક કરવામાં આવે, ઇન્ટ્રેસ્ટિંગ રીતે મિક્સિંગ કરવામાં આવે અને પછી એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં તો ક્યારેક શેકરમાં તો ક્યારેક સ્ટ્રેનરમાંથી અંતે ફાઇનલી ડ્રિંક સર્વ થાય. આ એક પરફોર્મન્સ છે. ભારતમાં ત્યારે ફ્લેર બારટેન્ડિંગ બહુ ઓછું થતું હતું. અમી શ્રોફ ફ્લેર બારટેન્ડર, મિક્સોલોજિસ્ટ અને પરફોર્મિંગ આર્ટિસ્ટ આ બધું જ છે. અમીને જાતને ચેલેન્જ આપવાનું ગમે છે, કશું ય સીધું સરળ હોય તો તેને માફક નથી આવતું. જયહિંદ કૉલેજમાં ફિલોસોફી અને ઇકોનોમી ભણનારી અમી શ્રોફે ટોમ ક્રુઝની ફિલ્મ 'કૉકટેલ' જોઇને અમુક ટ્રિક્સ શીખી હતી ત્યારે તો તે માત્ર 13 વર્ષની જ હતી. અમી કહે છે કે, "હું સતત શીખતી રહું છું, હજી પણ મારે ઘણું શીખવાનું બાકી છે."


જેન્ડરની વાત આવે તો તે કહે છે, "મોટેભાગે તો છોકરીને આ રીતે એક્સ્ટ્રીમ બારટેન્ડિંગ કરતા જુએ એટલે લોકોને સતત નવાઇ જ લાગતી હોય છે. મોટે ભાગે હકારાત્મક પ્રતિભાવ આવતા હોય છે પણ એક વાર એક વ્યક્તિએ મને સલાહ આપવાની કોશીશ કરી હતી કે હું કંઇ બીજું, વધારે સારું કામ કેમ નથી કરી રહી. લોકો બાબતોને અલગ અલગ રીતે જજ કરતાં હોય છે અને તેમનો ઇરાદો ખોટો નથી હોતો દ્રષ્ટિકોણ જુદો હોય છે." અમીનાં મતે એ બહુ જ અગત્યનું છે કે પુરુષ સિવાયનાં જે પણ જેન્ડર હોય તે પોતાની સ્પેસ અને રાઇટ ક્લેઇમ કરે, જતું કરવાને બદલે અથવા તો ચલાવી લેવાને બદલે બાઉન્ડ્રીઝ બ્રેક કરવી જરૂરી છે અને એ માટે તેમને પડકારવી જ રહી.


અમી કહે છે કે, "સેક્ઝિઝમ, જેન્ડર ઇશ્યુઝ, હિંસા, પુર્વગ્રહો બધું જ સમાજનો હિસ્સો છે અને વાતાવરણ પ્રતિકૂળ હોય જ છે, પણ તમે જે કામ કરો છો તેમાં તમે શ્રેષ્ઠ હો તો આ બધી બાબતો તો તમને સ્પર્શશે જ નહીં. પ્રોફેશનલી તમે પાવરફુલ હોય તે બહુ મદદ કરનારું ફેક્ટર છે. વળી ભારતમાં ડિગ્નિટી ઑફ લેબર તો જાણે છે જ નહીં, કામને સન્માન આપતાં આપણો સમાજ હજી શીખ્યો નથી. બીજી ઇન્ડસ્ટ્રીઝની જેમ હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં પણ હાઇરાર્કિ, કોણ ટોપ બૉસ છે અને કોની સાથે કામ કરવાનું છે તે બધું જ મેટર કરે છે. તમે બિહાઇન્ડ ધી બાર છો, કોઇ રેસ્ટોરન્ટ સાથે કામ કરો છો કે કોઇ લિક્યોર કંપની સાથે છો તે બધું અલગ રીતે તમને મદદ પણ કરે અને ચેલેન્જ પણ આપે છે."
અમી શ્રોફને પોતાને જીન અને ટૉનિક ગમે છે એ પણ એક કુકુમ્બર સ્લાઇસ સાથે. ડ્રિંક મેકિંગની વાત આવે ત્યારે તે બ્લડી મેરીઝ બનાવવાનું પસંદ કરે છે કારણકે આ એક કૉકટેલ એવું છે જે કરેક્ટલી બન્યું હોય તો જ પીવાની મજા આવે. તે જિંજર સાથે ઘણાં એક્સપેરિમેન્ટ્સ કરી ચૂકી છે અને હવે લેમન, હની, જેગરી - એટલે કે ગોળ અને કોકોનટ શૂગર આજકાલ કૉકટેલ્સમાં અવારનવાર વપરાતાં હોય છે. અમીને ફ્રેશ ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે ડ્રિંક્સ બનાવવાનું વધુ પસંદ છે.
ચિયર્સ ટુ અમી જેમણે વિચિત્ર સેક્સિસ્ટ જોક્સ અને મેલ ડોમિનેટેડ બાર સેક્શનમાં પાવર પ્લે સાથે બહુ ફ્લેરથી ડીલ કર્યું છે.

mumbai news international womens day womens day