પુણેમાં રોડ પર ફરી હોબાળો: કાર ચાલકે છડેચોક મહિલા સાથે કરી મારપીટ, વીડિયો વાયરલ

22 July, 2024 07:46 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Pune Road Viral Video: આ ઘટના શનિવારે બપોરે બની હતી જ્યારે એક ઝડપી કારમાં આવેલા વ્યક્તિએ જેર્લિન ડિસિલ્વા નામની એક મહિલા અને તેના બે બાળકો પર પર કાદવ ઉડાવ્યો હતો.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)

પુણેના બાનેર-પાશન લિંક રોડ પરની આઘાતજનક ઘટના બની હતી એક 57 વર્ષના વ્યક્તિએ બે બાળકો સાથે ટુ-વ્હીલર (Pune Road Viral Video) પર જતી મહિલાની પાછળ ગયો અને જ્યારે આ મહિલાએ તેને કાર સાવચેતીથી ચલાવવાનું કહ્યું ત્યારે આ વ્યકતીએ તેના પર હુમલો કર્યો હતો. આ ઘટના શનિવારે બપોરે બની હતી જ્યારે એક ઝડપી કારમાં આવેલા વ્યક્તિએ જેર્લિન ડિસિલ્વા નામની એક મહિલા અને તેના બે બાળકો પર પર કાદવ ઉડાવ્યો હતો. ઝડપી કારને લીધે પોતા પર કાદવ ઉડતા મહિલાને કાર ચાલકને યોગ્ય રીતે વાહન ચલાવવા માટે પણ કહ્યું, પરંતુ મહિલાની આ વાતથી ગુસ્સે થઈ જતાં વ્યક્તિએ મહિલાનો રસ્તો રોકી તેના ચહેરા પર મુક્કો માર્યો. ઉલેખનીય છે કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે આરોપીની પત્ની પણ તેને કારમાંથી પ્રોત્સાહિત કરી રહી હતી.

પુણેમાં શેરેટોન ગ્રાન્ડ (Pune Road Viral Video) ખાતે 27 વર્ષીય માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ મેનેજર જેર્લિન ડીસિલ્વાએ તેના આઘાતજનક અનુભવને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરીને જણાવ્યો હતો. આ વીડિયોમાં તેના નાકમાંથી લોહી નીકળતું દેખાઈ રહ્યું છે. ડીસિલ્વાએ કહ્યું કે કેવી રીતે એક વ્યક્તિએ તેનો પીછો કર્યો અને પછી તેના બાળકોનું પ્રત્યે કોઈ વાંધો ન રાખતા તેના પર શારીરિક હુમલો કર્યો. આ વ્યક્તિ, એક નિવૃત્ત એન્જિનિયર છે અને તેની 52 વર્ષીય પત્નીની પોલીસે અટકાયત કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "અમે નક્કી કરી રહ્યા છીએ કે તેમની ધરપકડ કરવી કે તપાસમાં માટે નોટિસ પાઠવવી જોઈએ."

ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર (Pune Road Viral Video) નોંધવામાં આવી છે, જેમાં સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવા, એક મહિલા પર તેની નમ્રતા ભંગ કરવાના ઈરાદાથી હુમલો કરવા અને ઈરાદાપૂર્વક અપમાન કરવાના આરોપો લાદવામાં આવ્યા છે. ડિસિલ્વાએ તેના વિડિયોમાં આ ઘટનામાં કહ્યું કે "આ માણસ રસ્તા પર ઘણા લોકોના જીવ જોખમમાં મૂકીને વધુ ઝડપે લેફ્ટ ટર્ન લે છે. તેણે મને બાજુ પર ધકેલી દીધી હતી અને તે બાદ ગુસ્સે થઈને કારમાંથી બહાર નીકળી ગયો, મને બે વાર મુક્કો માર્યો. તેણે જે કર્યું તેના માટે તેના માટે તેણે મારા બાળકોની પરવા નથી કરી. ડિસિલ્વાની મદદ માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા જેથી હવે આ મામલે પુણે પોલીસ શું કાર્યવાહી કરે છે તે બાબતે જોવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે તેમ જ અષાઢી એકાદશી નિમિત્તે ડોમ્બિવલીથી ૫૪ યાત્રાળુઓ જયશ્રી ટ્રાવેલ્સની પ્રાઇવેટ બસમાં ગઈ કાલે પંઢરપુર જઈ રહ્યા હતા ત્યારે તેમની બસનો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર (Pune Road Viral Video) અકસ્માત થયો હતો, જેમાં ત્રણ યા‌ત્રાળુ સહિત પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. બીજા ૪૦ જણને ઈજા થઈ છે, એમાં પાંચ વ્યક્તિ ગંભીર થયા હતા.

pune pune news road accident viral videos mumbai news