રોડ-સેફ્ટી માટે સરકારે ખરીદ્યાં ૧૮૭ ઇન્ટરસેપ્ટર વાહનો

14 March, 2024 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઇન્ટરસેપ્ટર વેહિકલમાં અદ્યતન ટેક્નૉલૉજીનાં ઇક્વિપમેન્ટ્સ બેસાડવામાં આવ્યાં છે

ઇન્ટરસેપ્ટર વેહિકલ્સની તસવીર

રોડ પર થતા અકસ્માતો ઓછા કરવા, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા પર ચોંપ રાખવા અને રોડ-સેફ્ટી વધારવા કેન્દ્ર સરકારના સહયોગમાં રાજ્ય સરકારે ૧૮૭ ઇન્ટરસેપ્ટર વેહિકલ્સ ખરીદ્યાં હતાં, જેને ગઈ કાલે મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. કેન્દ્ર સરકારે આ માટે ૫૭ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. એમાંથી ૩૮.૫૦ કરોડની રકમ રિલીઝ કરાયા બાદ આ ઇન્ટરસેપ્ટર વાહનોની ખરીદીનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. આ ઇન્ટરસેપ્ટર વેહિકલમાં અદ્યતન ટેક્નૉલૉજીનાં ઇક્વિપમેન્ટ્સ બેસાડવામાં આવ્યાં છે. એમાં ટ્રાફિકના નિયમોનો ભંગ થતો પણ જણાઈ આવશે અને સ્પીડ-ગન પણ બેસાડેલી હશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ૧૮૭ ઇન્ટરસેપ્ટર વેહિકલને લીલી ઝંડી દેખાડી હતી. 

mumbai news regional transport office mumbai transport