"અજિત પવાર મરી ગયા તેનાથી મને ફરક પડતો નથી": કૉર્પોરેટરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

08 June, 2026 05:55 PM IST  |  Baramati | Gujarati Mid-day Online Correspondent

ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ કિશોર મસાળે પણ જાહેરમાં માફી માગી હતી. તેમણે કહ્યું, "ચાર દિવસ પહેલા મારી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં મેં અજિત પવાર વિશે અયોગ્ય નિવેદન આપ્યું હતું. હું અજિત પવારના પરિવાર અને બારામતીના તમામ રહેવાસીઓની માફી માગુ છું."

અજીત પવાર અને કિશોર મસાળ

બારામતીના કૉર્પોરેટર કિશોર મસાળને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) માંથી હાંકી કાઢવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એવો આરોપ હતો કે તેમણે અજિત પવાર અને રૂપાલી તાઈ વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ક્લિપથી વ્યાપક રાજકીય અને સામાજિક આક્રોશ ફેલાયો હતો. અહેવાલો અનુસાર, કિશોર મસાળ એક સમયે અજિત પવારના નજીકના વ્યક્તિ હતા. અજિત પવાર ઘણીવાર તેમના કામની પ્રશંસા કરી હતી અને તેમને તેમના પ્રિય કાર્યકરોમાંના એક માનતા હતા. વાયરલ ઓડિયોમાં મસાળ કહેતા સંભળાય છે કે, “અજિત પવાર મરી ગયા તેનાથી મને ફરક પડતો નથી અને રૂપાલી તાઈ મરી જવી જોઈએ.” આ નિવેદન બાદ, પાર્ટીએ આ બાબતની નોંધ લીધી.

સુનીલ તટકરેએ માહિતી આપી

NCP પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેએ કહ્યું કે પાર્ટીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. તેમણે કહ્યું, “કિશોર મસાળે આપેલું નિવેદન ઘૃણાસ્પદ છે અને તેમની સામે કાર્યવાહી કરી તેમને પક્ષેમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા છે.

વાયરલ ક્લિપ બાદ માફી માગી

ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ કિશોર મસાળે પણ જાહેરમાં માફી માગી હતી. તેમણે કહ્યું, "ચાર દિવસ પહેલા મારી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં મેં અજિત પવાર વિશે અયોગ્ય નિવેદન આપ્યું હતું. હું અજિત પવારના પરિવાર અને બારામતીના તમામ રહેવાસીઓની માફી માગુ છું. મેં જે કહ્યું તેના પ્રાયશ્ચિત રૂપે હું અજિત પવારનો જ્યાં અકસ્માત સાથે તે સ્થળે આત્મવિલોપન કરી એક દિવસનો ઉપવાસ કરવા કરીશ." વાયરલ ક્લિપમાં, મસાળ એક મહિલા સાથે વાત કરતા સાંભળાઈ રહ્યા છે. વાતચીત દરમિયાન તેમણે બીયર પીધી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય જણાય છે. મિડ-ડે ગુજરાતી ડૉટ કૉમ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.

સુપ્રિયા સુળે અને અન્ય નેતાઓની પ્રતિક્રિયાઓ

NCP સાંસદ સુપ્રિયા સુળેએ નિવેદનની આકરી ટીકા કરી. તેમણે કહ્યું, "મસાળનું નિવેદન દુર્ભાગ્ય અને શરમજનક છે. તે આત્મવિલોપન કરશે એવું કહે છે. આ નિવેદન એકદમ નીચલા સ્તરનું છે, કમનસીબ અને દુઃખદાયક છે." બીજી તરફ, NCP ધારાસભ્ય અનિલ પાટીલે કહ્યું, " આ ઓડિયો ક્લિપ જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘દાદાના જવાથી મને કોઈ ફરક પડતો નથી’ તેમાં બે પાસાં ધ્યાનમાં લેવા જોઈએ. પહેલું, ઓડિયો ક્લિપની સત્યતા ચકાસવાની જરૂર છે. જો તે સાચી હોય, તો હું મહારાષ્ટ્રભરના પાર્ટી કાર્યકરોને વિનંતી કરું છું: ભલે કોઈ તમને ગમે તેટલો ઉશ્કેરવાનો પ્રયાસ કરે, દાદા વિશે આવા અપમાનજનક શબ્દો કહેવા યોગ્ય નથી. વિવાદ બાદ, NCP સહિત વિવિધ રાજકીય નેતાઓએ કિશોર મસાળના નિવેદનની નિંદા કરી છે, જ્યારે પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે કાર્યવાહી કરી છે અને તેમને હાંકી કાઢ્યા છે.

nationalist congress party ajit pawar baramati supriya sule maharashtra political crisis mumbai news maharashtra news