લોકસભાની ચૂંટણીમાં નારાયણ રાણેનું એકલા ચલો

18 February, 2019 12:17 PM IST  | 

લોકસભાની ચૂંટણીમાં નારાયણ રાણેનું એકલા ચલો

નારાયણ રાણે

શિવસેના-ભાજપ વચ્ચે યુતિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારે ગઈ કાલે નારાયણ રાણેએ આગામી લોકસભાની ચૂંટણીમાં ‘એકલા ચલો’નો નારો આપતાં રત્નાગિરિ-સિંધુદુર્ગની સંસદીય સીટ પરથી પોતાના પુત્રનીલેશ રાણેની ઉમેદવારીની જાહેરાત કરી હતી. જોકે તેમનો મહારાષ્ટ્ર સ્વાભિમાની પક્ષ રાજ્યમાં કેટલી સીટ પરથી ચૂંટણી લડશે એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એમ મનાય છે કે રાણે રાજ્યમાં નવ સીટ પરથી ચૂંટણી લડશે.

વાસ્તવમાં ભાજપ અને શિવસેના વચ્ચેના ગઠબંધનમાં નારાયણ રાણે એક મોટો અવરોધ હતા. શિવસેનાની નજીક જવા માટે ભાજપએ નારાયણ રાણેને સાઇડલાઇન કરવાની શરૂઆત કરતાં તેઓ રોષે ભરાયા હતા. જોકે ભાજપ હજી પણ નારાયણ રાણે સાથે સારા સંબંધોનો દાવો કરે છે.

ભાજપ-શિવસેનાથી નિરાશ રાણેએ કૉન્ગ્રેસ-એનસીપી મહાગઠબંધનમાં જોડાવાની કોશિશ કરી પણ મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ અશોક ચવાણને કારણે વાત નહોતી બની.

ભાજપ રાણેને ફ્ઘ્ભ્ સમર્થન આપશે એમ માનવામાં આવતું હતું, પણ એ શક્ય ન બનતાં એકલા પડી ગયેલા રાણેએ એકલા જ ચૂંટણીના મેદાનમાં ઊતરવાની ઘોષણા કરી દીધી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાણે વચ્ચેની ઘનિષ્ઠ મિત્રતાને કારણે રાજકીય વતુર્ળમાં એમ મનાય છે કે રાણે હજી પણ ભાજપ માટે છૂપું શસ્ત્ર છે.

narayan rane nilesh rane Loksabha 2019 Election 2019