એનએસસીઆઇના કૉન્ટ્રૅક્ટરે પેમેન્ટ ન મળતાં સુસાઇડ કર્યું

09 March, 2021 08:53 AM IST  |  Mumbai | Mid-day Correspondent

એનએસસીઆઇના કૉન્ટ્રૅક્ટરે પેમેન્ટ ન મળતાં સુસાઇડ કર્યું

પ્રતીકાત્મક તસવીર

વરલીની નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (એનએસસીઆઇ)ના સબ-કૉન્ટ્રૅક્ટર રાજેશ તાવડેએ રવિવારે સાંજે એનએસસીઆઇના બેઝમેન્ટમાં પાઇપ સાથે નાયલલૉનની દોરી બાંધીને આત્મહત્યા કરી હતી. તાડદેવ પોલીસને તેની પાસેથી સુસાઇડ-નોટ મળી હતી. તાડદેવના સિનિયર પીઆઇ સંજય જગતાપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કામનું પેમેન્ટ ન મળતાં તેણે આ પગલું ભર્યું હતું. સુસાઇડ-નોટમાં તેને જેમની પાસેથી પેમેન્ટ નહોતું મળ્યું તેના નામનો ઉલ્લેખ તેણે કર્યો છે. એ સંદર્ભે હાલમાં અમારી તપાસ ચાલુ છે.’

worli mumbai mumbai news suicide