Maharashtra Politics:અનિલ દેશમુખે અજિત પવાર પર કર્યો ગંભીર આક્ષેપ, લગાવ્યો કાકાની કારકિર્દી સમાપ્ત કરવાનો આરોપ

01 December, 2023 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર (Maharashtra Politics)ના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર પર કટાક્ષ કર્યો છે

અનિલ દેશમુખની ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra Politics)ના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર પર કટાક્ષ કર્યો છે. દેશમુખે કહ્યું કે, NCPના સંસ્થાપક શરદ પવારની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે `સોપારી` આપવામાં આવી છે.

પીએમ મોદીના ભાષણ પછી અજિતે પોતાનો વિચાર બદલી નાખ્યો

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના શરદ પવાર જૂથના દેશમુખે (Anil Deshmukh) કહ્યું કે, સમગ્ર મહારાષ્ટ્ર અને ભારત જાણે છે કે ભોપાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ભાષણ પછી, અજિત પવાર (Ajit Pawar) અને તેમની સાથેના લોકો ઉતાવળે સરકાર (Maharashtra Politics)માં જોડાયા હતા.

અજિત પવારે આ કારણથી અલગ રસ્તો અપનાવ્યો

કથિત ભ્રષ્ટાચારના કેસ (Maharashtra Politics)માં તેમની ધરપકડનો ઉલ્લેખ કરતાં દેશમુખે કહ્યું કે, “શું તમે જાણો છો કે અજિત પવારે અલગ રસ્તો કેમ અપનાવ્યો?” તેમણે કહ્યું કે, “હું જે મુસીબતમાંથી પસાર થયો છું તેનો સામનો અજિત કરવા માગતો નથી.” દેશમુખે કહ્યું કે, એનસીપીમાં વિભાજનના થોડા દિવસો પહેલા પીએમ મોદીએ પાર્ટી પર 70,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેનાથી તેઓ ડરી ગયા હતા.”

શરદ પવારની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું કાવતરું

NCP નેતાએ કહ્યું કે, શરદ પવારની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ભાજપે અજિત પવારને `સોપારી` આપી છે. અજિત પવારના સમર્થકોની તેમને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે જોવાની ઈચ્છા અંગેના પ્રશ્નના જવાબમાં દેશમુખે કહ્યું હતું કે રાજ્યમાં શાસક સાથી પક્ષો વચ્ચે શું નિર્ણય લેવાયો છે તેની તેમને જાણ નથી.

જોકે, અજિત પવારને સરકારી બેઠકોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. અજિત પવાર અને પાર્ટીના અન્ય 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સરકારમાં જુલાઈમાં NCPનું વિભાજન થયું હતું.

અનિલ દેશમુખના પુત્રને પાસપોર્ટ રિન્યુ કરવાની કોર્ટે મંજૂરી આપી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના પુત્રને પાસપોર્ટના રિન્યુઅલ માટે અરજી કરવાની મંજૂરી આપતી વખતે વિશેષ અદાલતે કહ્યું હતું કે પાસપોર્ટ રિન્યુઅલ નકારવા માટે માત્ર મની લૉન્ડરિંગના આરોપની કાર્યવાહી પૂરતી નથી. સ્પેશ્યલ જજ આર. એન. રોકડેએ બુધવારે સલિલ દેશમુખ દ્વારા દાખલ કરાયેલી અરજીને મંજૂરી આપી હતી, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ને તેનો જપ્ત કરાયેલો પાસપોર્ટ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જેથી તે રિન્યુઅલ માટે અરજી કરી શકે. અગાઉ ઈડીએ સલિલ દેશમુખ, તેના પિતા રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને કેટલાક અન્ય લોકો પર મની લૉન્ડરિંગનો આરોપ મૂક્યો હતો.

જોકે ઈડીએ આ કેસમાં સલિલ દેશમુખની ધરપકડ કરી નહોતી. એજન્સીએ તેને તેની ચાર્જશીટમાં આરોપી તરીકે નામ આપ્યા પછી સલિલ દેશમુખ વિશેષ અદાલતમાં હાજર થયો હતો. કોર્ટે તેને નવેમ્બર ૨૦૨૨માં જામીન પણ આપી દીધા હતા. તેની અરજીમાં સલિલ દેશમુખે જણાવ્યું હતું કે તેનો પાસપોર્ટ જાન્યુઆરી ૨૦૨૨માં સમાપ્ત થઈ ગયો હતો. ત્યાર બાદ તેણે ૧૦ વર્ષના સમયગાળા માટે પાસપોર્ટના રિન્યુઅલ માટે અરજી કરવાની પરવાનગી માગી હતી.

anil deshmukh sharad pawar nationalist congress party maharashtra political crisis maharashtra maharashtra news