ગણેશોત્સવ 2024: સહ પરિવાર CM શિંદેએ કર્યું બાપ્પાનું સ્વાગત, લોકોને આપી શુભેચ્છા

07 September, 2024 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ganesh Utsav 2024: સીએમ અને તેમના પરિવાર દ્વારા ગણપતિ બાપ્પાની આરતી કરવાની તસવીરો અને વીડિયો હવે સામે આવ્યા છે.

સીએમ એકનાથ શિંદેએ પરિવાર સહિત તેમના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી

ગણેશઉત્સવ 2024ની સંપૂર્ણ દેશમાં ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. જો કે ખાસ કરીને મહારાષ્ટ્ર અને તેમાં પણ મુંબઈમાં ગણેશઉત્સવનો સૌથી (Ganesh Utsav 2024) અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. સીએમથી લઈને સીએમ સુધીના લોકોએ એટલે કે કોમન મેનથી લઈને ચીફ મિનિસ્ટર સુધી લોકોએ તેમના ઘરે બાપ્પાની સ્થાપના કરી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ સહ પરિવાર સાથે ગણેશ ચતુર્થી નિમિત્તે લાડકા બાપ્પાનું તેમના ઘરે જોરશોરથી સ્વાગત કર્યું છે. સીએમ અને તેમના પરિવાર દ્વારા ગણપતિ બાપ્પાની આરતી કરવાની તસવીરો અને વીડિયો હવે સામે આવ્યા છે.

રાજ્યના સીએમ એકનાથ શિંદેએ (Ganesh Utsav 2024) પરિવાર સહિત બાપ્પાના સ્વાગત બાદ આરતી કરી લોકોની સમૃદ્ધિ અને સુખ માટે પ્રાર્થના કરી હતી. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું, "હું ગણેશ ચતુર્થીના અવસર પર દરેકને શુભેચ્છા પાઠવું છું. રાજ્ય સરકારે મહારાષ્ટ્રની જનતાના વિકાસ માટે ઘણા નિર્ણયો લીધા છે. યુવાનોને રોજગારીની વધુ તકો મળશે. મહિલા સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે."

શિંદેએ આગળ ઉમેર્યું કે, "મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની શરૂઆત (Ganesh Utsav 2024) થઈ ગઈ છે, અને મૂર્તિઓની સ્થાપના ખૂબ જ ભક્તિ સાથે કરવામાં આવી રહી છે. આપણે બધાએ ગણપતિ બાપ્પાને હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. હું પણ આશા રાખું છું કે ખેડૂતોનું વર્ષ આનંદમય રહે. આ વખતે સારો વરસાદ થયો છે અને રાજ્ય સરકાર ભારે વરસાદથી પ્રભાવિત લોકોને મદદ કરવા સખત મહેનત કરી રહી છે." સીએમ શિંદેએ કહ્યું કે યુવાનો માટે વધુ રોજગારીની તકો ઊભી કરવા અને મહિલાઓને સશક્ત બનાવવાની યોજનાઓ અમલમાં મૂકવા પર સરકારના ધ્યાન પર ભાર મૂક્યો હતો.

દરમિયાન, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ અને પુત્ર આદિત્ય ઠાકરે સાથે, મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન (Ganesh Utsav 2024) કરવા માએ પહોંચ્યા હતા. અગાઉના દિવસે, મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને પણ રાજભવનમાં તેમના નિવાસસ્થાન `જલ ભૂષણ` ખાતે ગણેશ પૂજા અને `આરતી` કરી હતી. ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ તેમના પરિવાર અને રાજભવન સ્ટાફ સાથે જોડાયા હતા.

"આ આપણા બધા માટે ખુશીની ક્ષણ છે. મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે. હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું કે દરેકના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આવે," એમ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું. મહારાષ્ટ્રના Dy CM દેવેન્દ્ર ફડણવીસના (Ganesh Utsav 2024) પત્ની અમૃતા ફડણવીસે પણ આ પ્રસંગે સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, "હું ખૂબ જ ખુશ છું, સર્વત્ર ખુશી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મહારાષ્ટ્રમાં સુખ અને સમૃદ્ધિ આવે અને તમામ પડકારો દૂર થઈ જાય."

eknath shinde ganesh chaturthi devendra fadnavis ganpati uddhav thackeray amruta fadnavis mumbai news