​વિધાન પરિષદની ચાર બેઠકો માટે ચૂંટણીની થઈ જાહેરાત

09 May, 2024 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાન પરિષદની મુંબઈ અને કોંકણની ગ્રૅજ્યુએટની અને નાશિક અને મુંબઈની શિક્ષકોની એમ કુલ ચાર બેઠકોની ચૂંટણી ૧૦ જૂને કરવાની જાહેરાત કરી છે.

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીઓ હાલ ચાલી રહી છે અને બે દિવસ પહેલાં જ ત્રીજા તબક્કાનું મતદાન પાર પડ્યું છે ત્યાં ચૂંટણીપંચે રાજ્યની વિધાન પરિષદની બે શિક્ષકોની અને બે ગ્રૅજ્યુએટ સભ્યોની ચૂંટણીની જાહેરાત કરી છે. વિધાન પરિષદની મુંબઈ અને કોંકણની ગ્રૅજ્યુએટની અને નાશિક અને મુંબઈની શિક્ષકોની એમ કુલ ચાર બેઠકોની ચૂંટણી ૧૦ જૂને કરવાની જાહેરાત કરી છે. આ માટે 
૧૫ મેએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ બાવીસ મે હશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ ૨૭ મે હશે. ચૂંટણી ૧૦ જૂનના સવારના આઠથી સાંજના ૪ દરમ્યાન યોજાશે અને એનું રિઝલ્ટ ૧૩ જૂનના જાહેર કરવામાં આવશે.  હાલના મુંબઈની ગ્રૅજ્યુએટ બેઠકના વિધાનસભ્ય વિલાસ પોતનીસ અને કોંકણની ગ્રૅજ્યુએટ બેઠકના વિધાનસભ્ય નિરંજન ડાવખરે તેમ જ મુંબઈની શિક્ષક બેઠકના વિધાનસભ્ય કપિલ પાટીલ અને નાશિકની શિક્ષક બેઠકના વિધાનસભ્ય કિશોર દરાડે ૭ જૂનના નિવૃત્ત થઈ રહ્યા છે.

mumbai news Lok Sabha Election 2024 assembly elections election commission of india maharashtra news