17 September, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સીમા પાહુજા
દિશા સાલિયન કેસમાં ૬ વર્ષના સમયગાળા બાદ બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશના પગલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે અને નવી તપાસ શરૂ કરી છે. હવે આ તપાસ CBI ઑફિસર સીમા પાહુજાને સોંપવામાં આવી છે જેઓ હાથરસ, ઉન્નાવ, ગુડિયા અને કલકત્તાના આર.જી. કર હૉસ્પિટલ બળાત્કાર કેસ જેવા
હાઈ-પ્રોફાઇલ કેસનો ઉકેલ લાવી ચૂક્યાં છે.
દિશા સાલિયન કેસની તપાસ કરનારાં સીમા પાહુજા ગંભીર અને સંવેદનશીલ કેસોમાં તપાસ કરી ચૂક્યાં છે. આવા ગંભીર કેસમાં કામ કરવાના તેમના અનુભવના કારણે આ કેસમાં તેમના દ્વારા કરવામાં આવનારી તપાસ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
CBI સામે કયા સવાલ છે?
બૉમ્બે હાઈ કોર્ટે અગાઉની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા અને નવેસરથી CBI તપાસનો આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તપાસમાં પૂરતા પુરાવા મળે નહીં ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને આરોપી માનવામાં આવે નહીં. CBI હવે વિવિધ નિવેદનો, ટેક્નિકલ અને ફૉરેન્સિક પર તપાસ કરશે અને રિપોર્ટ આપશે.