Video: પૅરિસ ઑલમ્પિક્સમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું થયું ભવ્ય સ્વાગત

31 July, 2024 07:16 PM IST  |  Paris | Gujarati Mid-day Online Correspondent

Anant Radhika Ambani at Paris Olympics 2024: નીતા અંબાણીએ કહ્યું હતું કે, `એક જ ઑલમ્પિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનવા બદલ મનુને વિશેષ અભિનંદન.

અનંત અને રાધિકા અંબાણી મુકેશ અંબાણી, ઈશા અંબાણી ઑલમ્પિક્સમાં મેચ જોવા પહોચ્યા હતા.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ તેની પત્ની રાધિકા મર્ચન્ટ (Anant Radhika Ambani at Paris Olympics 2024) સાથે લગ્ન બાદ પૅરિસ ઑલમ્પિક્સમાં પહોંચ્યા છે. લગ્ન બાદ હવે અનંત અને રાધિકા પરિવાર સાથે વિદેશમાં વેકેશન પર છે. જેથી હવે સોશિયલ મીડિયા પર અંબાણી પરિવાર સાથે તેઓ પૅરિસ ઑલમ્પિક્સ 2024ની મજા રહ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ દરમિયાન અનંત અને રાધિકાનું પૅરિસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો હવે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનંત અને રાધિકા બંને પૅરિસના રિલાયન્સ ઈન્ડિયા હાઉસમાં (Anant Radhika Ambani at Paris Olympics 2024) એન્ટ્રી કરી રહ્યા છે. બંનેની એન્ટ્રી દરમિયાન ઢોલ વાગતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન લોકોએ અનંત સાથે ક્લિક કરેલી તસવીરો પણ જોવા મળી હતી. મુકેશ અંબાણી અને ઈશા અંબાણી પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે વાયરલ તસવીરો અને વીડિયોમાં જોવા મળે છે. આ સિવાય મુકેશ અંબાણીના જમાઈ અને ઈશાના પતિ આનંદ પીરામલને પણ પૅરિસના ઑલમ્પિક્સનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે.

જો કે આ ખાસ મોકા પર નીતા અંબાણી પરિવાર સાથે જોવા મળ્યા ન હતા કારણ કે નીતા પૅરિસ ઑલમ્પિક્સ 2024ની ઓપનિંગ સેરેમનીમાં પતિ મુકેશ અંબાણી (Anant Radhika Ambani at Paris Olympics 2024) સાથે એફિલ રોવરની સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ, જેમણે આ મહિનાની શરૂઆતમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા, તેઓ પૅરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતીય ટુકડીને સપોર્ટ કરતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અનંતના પિતા મુકેશ અંબાણી, બહેન ઈશા અંબાણી અને આનંદ પીરામલ પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન, જ્યારે અનંતે આરામદાયક ફ્લોરલ પ્રિન્ટનો શર્ટ પહેર્યો હતો, ત્યારે રાધિકા તેજસ્વી નારંગી સ્કર્ટ અને ટોપમાં જોવા મળી હતી. ઈશા અંબાણી આકર્ષક સફેદ આઉટફિટમાં જોવા મળી હતી. મુકેશ અંબાણીએ વાદળી પટ્ટીવાળો શર્ટ પહેર્યો હતો.

આ પહેલા ઇન્ટરનેશનલ ઑલમ્પિક્સ કમિટી (IOC) ના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન (Anant Radhika Ambani at Paris Olympics 2024) નીતા અંબાણીએ કહ્યું હતું કે, `એક જ ઑલમ્પિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનવા બદલ મનુને વિશેષ અભિનંદન. તેમણે કહ્યું, `આખો દેશ હવે તેની હેટ્રિકની રાહ જોઈ રહ્યો છે. અમે અમારા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવીએ છીએ. `ગો ઈન્ડિયા ગો`. આ સાથે પૅરિસમાં ઈન્ડિયા હાઉસ, અનંત અંબાણી પરિવારના રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત, પૅરિસમાં એક સાંસ્કૃતિક આતિથ્ય કેન્દ્ર છે જેનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. એટલું જ નહીં, ભારતીય ઑલમ્પિક્સ એસોસિએશનના સભ્ય નીતા અંબાણીએ પૅરિસના ઈન્ડિયા હાઉસમાં પહેલીવાર ઑલમ્પિક્સમાં ભારતની ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, શૂટિંગ, સ્વિમિંગ, ગોલ્ફ અને જુડો ટીમોને પ્રોત્સાહિત કર્યા હતા.

paris olympics 2024 Anant Ambani Radhika Merchant Wedding Anant Ambani Isha Ambani nita ambani mukesh ambani radhika merchant paris