અજિત પવારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે : કૉન્ગ્રેસ અને ઉદ્ધવસેના

04 July, 2023 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ૧૫ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો પણ બીજેપી શિવસેનાના બાકીના ધારાસભ્યો તથા એનસીપીના નેતા અજિત પવાર અને તેમના સાથીઓના ટેકાને આધારે સત્તા જાળવી શકે છે.

અજીત પવાર

મુંબઈ (પી. ટી. આઇ.) : મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ૧૫ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો પણ બીજેપી શિવસેનાના બાકીના ધારાસભ્યો તથા એનસીપીના નેતા અજિત પવાર અને તેમના સાથીઓના ટેકાને આધારે સત્તા જાળવી શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અનંત કાળસેએ જણાવ્યું હતું કે ‘સીએમ શિંદે સહિત ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની સ્થિતિમાં, બીજેપી-સેના-એનસીપી ગઠબંધન સત્તા જાળવી શકે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે મુખ્ય પ્રધાન સહિત ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેવો જોઈએ. જો શિંદેને ગેરલાયક ઠેરવવામાં આવે તો બીજેપી-સેના-એનસીપી ગઠબંધન હજી પણ એનસીપી ધારાસભ્યોના સમર્થનથી સત્તા જાળવી શકે છે.’
મે મહિનામાં સર્વોચ્ચ અદાલતે સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના ૧૫ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના નિર્ણયનો મામલો મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને મોકલ્યો હતો. દરમ્યાન કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવાણે દાવો કર્યો હતો કે બીજેપીએ અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનું વચન આપ્યું છે. 
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘મેં એના વિશે જાહેરમાં કહ્યું હતું (અજિત પવાર બીજેપી સાથે જઈ શકે છે), પરંતુ મારે ટીકાનો સામનો કરવો પડ્યો. તેમને (અજિત) મળનારા પદ વિશે માત્ર સોદાબાજી ચાલી રહી હતી. અમારી માહિતી મુજબ તેમને મુખ્ય પ્રધાનનું વચન આપવામાં આવ્યું છે.’ 
સંજય રાઉતે કહ્યું કે અજિત પવારની શપથવિધિ એ એકનાથ શિંદેનું મુખ્ય પ્રધાનનું પદ ગુમાવવાની શરૂઆત છે. ‘સામના’માં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીએ માત્ર મહારાષ્ટ્રની જ નહીં, પરંતુ દેશની રાજનીતિને ‘કાદવયુક્ત’ કરી દીધી છે. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે, પણ આ વખતે ‘ડીલ’ મજબૂત છે. હવે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સેનાના બળવાખોર ધારાસભ્યોને ટૂંક સમયમાં ગેરલાયક ઠેરવવામાં આવશે અને પવારનો રાજ્યાભિષેક કરવામાં આવશે.’

સુપ્રિયા સુળે કેન્દ્ર સરકારમાં પ્રધાન બને તો મને નવાઈ નહીં લાગે : રાજ ઠાકરે


રાજ ઠાકરેએ ગઈ કાલે પત્રકારોને રાજ્યમાં થયેલા ડેવલપમેન્ટ વિશે કહ્યું હતું કે ‘મારું દૃઢપણે માનવું છે કે શરદ પવારના આશીર્વાદ સાથે આ બળવો થયો છે. દિલીપ વળસે-પાટીલ, પ્રફુલ પટેલ અને છગન ભુજબળ પવારસાહેબની મંજૂરી વગર આવું કરી જ ન શકે. આગામી દિવસોમાં સુપ્રિયા સુળે કેન્દ્ર સરકારમાં પ્રધાન બને તો મને નવાઈ નહીં લાગે.’

mumbai news maharashtra news shiv sena ajit pawar