સમગ્ર મિડલ ઈસ્ટમાં અલર્ટઃ અમેરિકાએ યુદ્ધની ચેતવણી આપી

21 September, 2026 01:24 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ કૅમ્પ ડેવિડમાં તેમની રજાઓ એક દિવસ વહેલી પૂર્ણ કરીને શનિવારે સાંજે વાઇટ હાઉસ પાછા ફર્યા હતા.

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના વિદેશ વિભાગે મિડલ ઈસ્ટ માટે સુરક્ષા ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે હુતીઓએ સાઉદી અરેબિયા વિરુદ્ધ હિંસક કાર્યવાહી શરૂ કરી છે અને આ સંઘર્ષ ઝડપથી વકરી શકે છે. આ અલર્ટ ઇઝરાયલ, ઈરાન, ઇરાક, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE), સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, જૉર્ડન, બાહરિન, લેબૅનન, ઇજિપ્ત અને સિરિયાને આવરી લે છે.

ફ્લાઇટ્સ રદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમેરિકાના વિદેશ વિભાગે લોકોને આ પ્રદેશની મુસાફરી કરવા કે ત્યાંથી પસાર થવા અંગે પુનર્વિચાર કરવા અનુરોધ કર્યો છે. અમેરિકન નાગરિકોને નવીનતમ અપડેટ્સ માટે ફ્લાઇટ અને ઍરપોર્ટની માહિતી પર નજર રાખવા કહેવામાં આવ્યું છે. અમેરિકાએ આ પ્રદેશમાં એના દૂતાવાસો અને નાગરિકો માટે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે.

ટ્રમ્પ વાઇટ હાઉસ પાછા ફર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ કૅમ્પ ડેવિડમાં તેમની રજાઓ એક દિવસ વહેલી પૂર્ણ કરીને શનિવારે સાંજે વાઇટ હાઉસ પાછા ફર્યા હતા. વાઇટ હાઉસે ટ્રમ્પના વહેલા પાછા ફરવાનું કારણ જાહેર કર્યું નથી.

યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાનની 7 શરતો 

ઈરાને અમેરિકા સામે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે સાત શરતો મૂકી છે. ઈરાનની માગણીઓમાં તમામ મોરચે યુદ્ધ બંધ કરવું, વિદેશમાં ફ્રીઝ કરાયેલા ઈરાની ફંડને મુક્ત કરવું અને નૌકાદળ નાકાબંધી સમાપ્ત કરવાનો સમાવેશ થાય છે. જો અમેરિકા ઈરાનની માગણીઓ પૂર્ણ નહીં કરે તો તે યુદ્ધ ચાલુ રાખવા માટે તૈયાર છે. ઈરાનના સુરક્ષા વડા મોહસેન રેઝાઈએ જણાવ્યું હતું કે મધ્યસ્થી તરીકે કામ કરતા કતરે અમેરિકાને ઈરાનની શરતો જણાવી દીધી છે. ઈરાન હવે ટ્રમ્પના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.

middle east crisis united states of america donald trump iran