14 April, 2026 10:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ ગયાના થોડા દિવસો પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે "આગામી બે દિવસમાં વાટાઘાટો ફરી શરૂ થઈ શકે છે."
મંગળવારે ન્યૂ યોર્ક પોસ્ટ સાથે વાત કરતા, ટ્રમ્પે પુષ્ટિ આપી કે વાટાઘાટોનું સ્થળ એ જ રહેશે: પાકિસ્તાન.
પાકિસ્તાનમાં આગામી યુએસ-ઈરાન બેઠક અંગે, ટ્રમ્પે કહ્યું, "આપણે ત્યાં પાછા જઈશું તેવી શક્યતા છે. એવા દેશમાં શા માટે જવું જેનો આ મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી?"
ટ્રમ્પે વધુમાં કહ્યું, "પાકિસ્તાનના આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, શાનદાર છે અને શાનદાર કામ કરી રહ્યા છે, અને તેથી જ અમેરિકા અને ઈરાન વાટાઘાટો માટે ઇસ્લામાબાદ પાછા ફરશે."
ટ્રમ્પે અગાઉ ન્યૂ યોર્ક પોસ્ટને કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે ભવિષ્યમાં કોઈપણ વાટાઘાટો માટે પાકિસ્તાન પાછા નહીં ફરે, પરંતુ બાદમાં અપડેટ્સ આપવા માટે તેમને ફરીથી ફોન કર્યો.
પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે શાંતિ બેઠક યોજી હતી. પાકિસ્તાને બન્ને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાના પ્રયાસો હજી પણ શરૂ રાખ્યા છે. 11 થી 12 એપ્રિલ સુધી, અમેરિકા અને ઈરાન બન્નેના પ્રતિનિધિમંડળોએ પાકિસ્તાનના ઇસ્લામાબાદની મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન 21 કલાક સુધી ચર્ચા ચાલી હતી. જોકે, વ્યાપક વાટાઘાટો છતાં, તેમાંથી કંઈ નક્કર સામે આવ્યું નહીં. પરિણામે, અમેરિકાએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા દરિયાઈ ટ્રાફિકના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે નાકાબંધી શરૂ કરી છે. દરમિયાન, જ્યારે પાકિસ્તાનની રાજદ્વારી પહેલની વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ રહી છે, ત્યારે જે હૉટેલમાં બેઠક થઈ હતી. જોકે તેમ ખાસ કરીને હૉટેલ બિલ આ વાતચીતનો મુખ્ય વિષય બની ગયો છે. દાવાઓ કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાની સરકાર બેઠક જ્યાં યોજાઈ હતી તે હૉટેલનું બિલ ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે. સેરેના પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં સ્થિત એક ફાઇવ-સ્ટાર હૉટેલ છે જે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) ની માલિકીની છે. પાકિસ્તાની સરકારે ઈરાન અને અમેરિકા એનએ ઈરાન વચ્ચેની વાતચીતને સરળ બનાવવા માટે આ હૉટેલ પસંદ કરી હતી. ત્યારબાદ, 8 એપ્રિલના રોજ, હૉટેલ મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી કે આખી હૉટેલ પાંચ દિવસ માટે બુક થઈ ગઈ છે. આ જાહેરાત બાદ પરિસરમાં સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. હૉટેલ સંકુલ કુલ 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં 400 થી વધુ રૂમ હોવાનું જાણવા મળે છે. વધુમાં, સુવિધામાં એક ઑફિસ સંકુલ, બેન્ક્વેટ હૉલ અને કૉન્ફરન્સ રૂમ છે. હૉટેલ એક સાથે સેંકડો મહેમાનોને સમાવવા સક્ષમ છે; આ જ કારણોસર, તેને ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળો માટે રહેઠાણ સ્થળ તરીકે પસંદ કરવામાં આવી હતી.