આતંકવાદી સંગઠન હમાસની સમર્થક ભારતીય સ્ટુડન્ટ રંજની શ્રીનિવાસનના વીઝા અમેરિકાએ રદ કર્યા, જાતે જ ડિપૉર્ટ થઈ

17 March, 2025 06:58 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આતંકવાદી જૂથ હમાસની કથિત સમર્થક અને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી રંજની શ્રીનિવાસનના સ્ટુડન્ટ-વીઝા રદ કરી દીધા હતા. આના પગલે તેણે જાતે જ અમેરિકા છોડી દીધું છે

રંજની શ્રીનિવાસનન

અમેરિકાએ આતંકવાદ સમર્થક ગતિવિધિઓ પર સખત વલણ અપનાવ્યા બાદ આતંકવાદી જૂથ હમાસની કથિત સમર્થક અને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી રંજની શ્રીનિવાસનના સ્ટુડન્ટ-વીઝા રદ કરી દીધા હતા. આના પગલે તેણે જાતે જ અમેરિકા છોડી દીધું છે. હવે બીજી યુનિવર્સિટીઓમાં પણ આવી જ કાર્યવાહી ચાલી રહી છે.

ડૉક્ટરેટ કરી રહી હતી

રંજની ભારતની નાગરિક છે અને કોલંબિયા યુનિવર્સિટીમાં અર્બન પ્લાનિંગમાં ડૉક્ટરેટ કરી રહી હતી. તે અમેરિકામાં F-1 સ્ટુડન્ટ-વીઝા પર ગઈ હતી. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (DHS)ની તપાસમાં જાણવા મળ્યું હતું કે તે આતંકવાદી સંગઠન હમાસને સમર્થન કરતી પ્રવૃ‌ત્ત‌િમાં સામેલ હતી. હમાસને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. DHSએ સુરક્ષાનાં કારણોને ધ્યાનમાં રાખી તેનો સ્ટુડન્ટ-વીઝા રદ કર્યો હતો.

પાછી ક્યારે આવી?

પાંચમી માર્ચે રંજનીના વીઝા રદ કરવામાં આવ્યા હતા અને ૧૧ માર્ચે તેણે કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્શન હોમ ઍપના માધ્યમથી સેલ્ફ ડિપૉર્ટેશનની પ્રક્રિયા પૂરી કરી હતી.

કોણ છે રંજની શ્રીનિવાસન?

રંજની શ્રીનિવાસનને પ્રતિષ્ઠિત ફુલબ્રાઇટ સ્કોલરશિપ મળી હતી. તેની એજ્યુકેશનલ કરીઅર પ્રભાવશાળી રહી છે. તેણે કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, પ્લાનિંગ ઍન્ડ પ્રિઝર્વેશન (GSAPP)માંથી અર્બન પ્લાનિંગમાં માસ્ટર ઑફ ફિલોસૉફી કર્યું છે. આ સિવાય તેણે હાર્વર્ડ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ડિઝાઇનમાં માસ્ટર્સ ઇન ડિઝાઇનની ડિગ્રી મેળવી છે.

united states of america hamas colombia international news news world news