midday

રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના મુદ્દે ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રેસિડન્ટ પુતિન વચ્ચે વાતચીત થઈ

19 March, 2025 02:47 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ મુદ્દે ગઈ કાલે વાઇટ હાઉસના પ્રવક્તા ડૅન સ્કેવિનોએ જણાવ્યું હતું કે બન્ને દેશોના નેતાઓ વચ્ચે વાતચીતનો દોર સારી રીતે આગળ વધી રહ્યો છે.
ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે અમેરિકી સમય મુજબ ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે ફોનમાં વાતચીતનો દોર ચાલુ થયો હતો.

આ મુદ્દે ગઈ કાલે વાઇટ હાઉસના પ્રવક્તા ડૅન સ્કેવિનોએ જણાવ્યું હતું કે બન્ને દેશોના નેતાઓ વચ્ચે વાતચીતનો દોર સારી રીતે આગળ વધી રહ્યો છે.

અમેરિકા દ્વારા મૂકવામાં આવેલા ૩૦ દિવસના યુદ્ધ-વિરામની પ્રપોઝલને યુક્રેને સ્વીકારી લીધી છે. ડોનલ્ડ ટ્રમ્પને આશા છે કે પુતિન પણ આ યુદ્ધ-વિરામ પ્રપોઝલને સ્વીકારી લેશે.

russia ukraine donald trump vladimir putin international news news world news