05 April, 2023 09:39 AM IST | New York | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(US Former President Donald Trump)એક અડલ્ટ ફિલ્મ અભિનેત્રીને મોં બંધ રાખવા માટે પૈસા ચૂકવવાના આરોપ સાથે સંબંધિત કેસની સુનાવણી માટે મેનહટન કોર્ટ (Manhattan Court)માં પહોંચ્યા હતા. આ પહેલા મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રમ્પ પર 34 આરોપ લગાવવામાં આવ્યા છે. કોર્ટે તેના પર $1.22 લાખનો દંડ પણ ફટકાર્યો છે. આ પૈસા એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ(Stormy Daniels case)ને આપવામાં આવશે.
રોઇટર્સના અહેવાલ મુજબ ટ્રમ્પની સુનાવણી દરમિયાન ત્રણ ઉદાહરણો ટાંકવામાં આવ્યા હતા. પહેલા ટ્રમ્પ ટાવરના ડોરમેનને 30,000 ડૉલર, મહિલાને 150,000 ડૉલર અને ત્રીજામાં એડલ્ટ ફિલ્મ અભિનેત્રીને 130,000 ડૉલર ચૂકવવાનું કહ્યું. તે જ સમયે, ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, અમેરિકી ન્યાયાધીશનું કહેવું છે કે ટ્રમ્પ વિરુદ્ધ ટ્રાયલ જાન્યુઆરી 2024થી શરૂ થઈ શકે છે.
કડક સુરક્ષા વચ્ચે સુનાવણી હાથ ધરવામાં
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ન્યૂયોર્કમાં હાજર થયા બાદ ફ્લોરિડા પરત ફર્યા છે. ટ્રમ્પ ન્યૂયોર્કની મેનહટન કોર્ટમાં કડક સુરક્ષા વચ્ચે હાજર થયા હતા. ન્યૂયોર્કની શેરીઓમાં 35,000થી વધુ પોલીસકર્મીઓ અને સિક્રેટ સર્વિસ એજન્ટો તૈયાર હતા. જોકે, આરોપો દર્શાવ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ 8 કારના કાફલામાં કોર્ટ પહોંચ્યા અને સીધા કોર્ટની અંદર ગયા.
આ પણ વાંચો: યુએસની બૉર્ડર પર ભારતીયો સહિત છનાં મૃત્યુ
ટ્રમ્પે કોર્ટમાં પોતાની સ્પષ્ટતામાં શું કહ્યું?
ભારતીય સમય અનુસાર બપોરે 12:45 વાગ્યે ટ્રમ્પ મેનહટન કોર્ટમાં જજ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન ન્યાયાધીશે ગ્રાન્ડ જ્યુરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો તેમને સીલબંધ પરબિડીયામાં સોંપ્યા હતા. કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે ટ્રમ્પે સ્ટોર્મી ડેનિયલને નુકસાન પેટે 1,22,000 ડૉલર ચૂકવવા પડશે. સાથે જ ટ્રમ્પે કોર્ટને કહ્યું કે તે નિર્દોષ છે અને 34 મામલામાં તેમની સામે લાગેલા આરોપો પાયાવિહોણા છે.