અમેરિકામાં બરફના તોફાનને કારણે ઓછામાં ઓછા ૧૮ જણનાં મૃત્યુ

26 December, 2022 10:23 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કૅનેડાની નજીક ગ્રેટ લેક્સથી લઈને મેક્સિકોની બૉર્ડરની પાસે રિયો ગ્રાન્ડે સુધી એની અસર જોવા મળી રહી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બુફેલો (એ.પી.) : અમેરિકામાં બરફના તોફાનના કારણે ઓછામાં ઓછા ૧૮ જણનાં મૃત્યુ થયાં છે. અનેક લોકો બરફ પડવાના કારણે તેમનાં ઘરોમાં ફસાઈ ગયા છે. લાખો ઘરો અને ઑફિસોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. આ બરફનું તોફાન અભૂતપૂર્વ છે. કૅનેડાની નજીક ગ્રેટ લેક્સથી લઈને મેક્સિકોની બૉર્ડરની પાસે રિયો ગ્રાન્ડે સુધી એની અસર જોવા મળી રહી છે.  ગઈ કાલે સવારે ૧૩૪૬ ડૉમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ કૅન્સલ થઈ હતી.

international news united states of america Weather Update washington