17 April, 2026 10:37 AM IST | Russia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ખતરનાક વળાંક લઈ રહ્યું હોય એમ જણાય છે. રશિયાએ સત્તાવાર રીતે યુરોપના વિવિધ દેશોમાં આવેલા યુક્રેનિયન કંપનીઓના એકમો અને ડ્રોન મૅન્યુફૅક્ચરિંગ સેન્ટરોની યાદી જાહેર કરીને એને ‘સંભવિત લક્ષ્યાંક’ ગણાવ્યા છે. રશિયાએ ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે એ યુદ્ધનો વ્યાપ વધારીને યુરોપ સુધી લઈ જઈ શકે છે.
રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે આ અંગે સોશ્યલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ‘આ હુમલાઓ જ્યારે વાસ્તવિકતા બનશે ત્યારે બધું બદલાઈ જશે. યુરોપિયન ભાગીદારો, અત્યારે શાંતિથી ઊંઘી લો.’
રશિયાએ જે યાદી જાહેર કરી છે એમાં લંડન, મ્યુનિક અને પ્રાગ જેવાં મોટાં શહેરોમાં કાર્યરત ૧૧ યુક્રેનિયન કંપનીઓની શાખાઓ તેમ જ અન્ય ૧૦ ડ્રોન ઉત્પાદક એકમોનો સમાવેશ થાય છે.
યુરોપમાં હલચલ
આ જાહેરાત બાદ સમગ્ર યુરોપમાં હલચલ મચી ગઈ છે. લંડન અને મ્યુનિક જેવાં શહેરોમાં સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આને રશિયા દ્વારા પશ્ચિમી દેશોને ડરાવવાની અને યુક્રેનને મળતી સૈન્ય-મદદ રોકવાની એક ચાલ તરીકે જોઈ રહ્યા છે. જો રશિયા ખરેખર યુરોપિયન દેશોની ધરતી પર હુમલો કરે છે તો એ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાબિત થઈ શકે છે.