05 December, 2025 07:01 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ નેપાલમાં ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની ભારતીય ચલણની નોટો વાપરવા પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. હવે ભારતથી નેપાલ અથવા ભુતાન જતી વખતે યાત્રીઓ ૨૫,૦૦૦ રૂપિયા સુધીની ભારતીય ચલણી નોટો સાથે રાખી શકશે અને પાછા આવતી વખતે પણ આ જ સીમા લાગુ રહેશે. પહેલાં નેપાલમાં મોટી ચલણી નોટો વાપરવા પર સખત પાબંદી હતી. એને કારણે પર્યટકો અને વેપારીઓને નોટ બદલવામાં તકલીફ પડતી હતી. હવે પ્રતિબંધ હટી જતાં યાત્રીઓને મોટી સુવિધા અનુભવાશે.