ડોનલ્ડ ટ્રમ્પની ઍક્શનથી અકળાયેલા ફ્રાન્સના પ્રેસિડન્ટ મૅક્રોંએ યુરોપિયન દેશોની ઇમર્જન્સી બેઠક બોલાવી

19 February, 2025 07:07 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

પોલૅન્ડના વિદેશપ્રધાન રેડોસ્લાવ સિકોર્સ્કીએ મ્યુનિક સિક્યૉરિટી કૉન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. યુરોપિયન યુનિયનના બે અધિકારીઓએ પણ આ બેઠક થવાની છે એની પુષ્ટિ આપી હતી.

ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રોં, ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના નવા પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હાલમાં વિવિધ દેશો પર ટૅરિફ નાખી છે અને તેમણે લીધેલાં વિવિધ પગલાંથી અકળાયેલા ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રોંએ યુરોપિયન દેશોના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠક પૅરિસમાં સોમવારે યોજાશે. પોલૅન્ડના વિદેશપ્રધાન રેડોસ્લાવ સિકોર્સ્કીએ મ્યુનિક સિક્યૉરિટી કૉન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. યુરોપિયન યુનિયનના બે અધિકારીઓએ પણ આ બેઠક થવાની છે એની પુષ્ટિ આપી હતી.

આ બેઠક વિશે બોલતાં સિકોર્સ્કીએ જણાવ્યું હતું કે ‘મને એ વાતની ખુશી છે કે પ્રેસિડન્ટ મૅક્રોએ આ બેઠક બોલાવી છે. ટ્રમ્પે હાલમાં જે નિર્ણયો લીધા છે એ વિશે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.’

donald trump france united states of america paris europe european union international news news world news