19 February, 2023 07:33 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
વિદેશપ્રધાન એસ. જયશંકરે સિડનીમાં ગઈ કાલે સવારે ઑસ્ટ્રેલિયાના પીએમ સાથેની મુલાકાતનો ફોટોગ્રાફ ટ્વીટ કર્યો હતો.
વિદેશપ્રધાન એસ. જયશંકર ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝ સહિત ત્યાંના ટોચના નેતાઓને મળ્યા હતા. આ મુલાકાતમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી, આર્થિક તકો, બન્ને દેશોના લોકો વચ્ચેના સંબંધો પર ચર્ચા થઈ હતી, જેમાં ચોક્કસ જ ક્રિકેટની પણ ચર્ચા થઈ હતી.
જયશંકર ફિઝીથી ઑસ્ટ્રેલિયામાં પહોંચ્યા હતા. ઑસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. મેલબર્ન અને બ્રિસબનમાં પાંચ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે કે પછી ધમકી આપવામાં આવી છે.
હવે જયશંકરની મુલાકાત વિશે ઑસ્ટ્રેલિયાના કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે ‘જયશંકરે મેલબર્નમાં ખાલિસ્તાનને સંબંધિત હિંસાને ધ્યાનમાં રાખીને ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષાના સંબંધમાં ભારતની ચિંતા સ્પષ્ટપણે વ્યક્ત કરી હતી.’