અમેરિકામાં ગેરકાયદે રહેતા પરિવારને પકડવા માટે ફેડરલ એજન્ટોએ પાંચ વર્ષના બાળકની અટકાયત કરી

24 January, 2026 12:03 PM IST  |  Minnesota | Gujarati Mid-day Correspondent

તાજેતરના અઠવાડિયામાં ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવાયેલો આ ચોથો વિદ્યાર્થી બન્યો હતો

ફેડરલ એજન્ટો પાંચ વર્ષના લિયામ કોનેજો રામોસને પરિવારના ડ્રાઇવ-વેમાં ચાલતી કારમાંથી લઈ ગયા હતા

અમેરિકામાં ઇમિગ્રેશન એજન્ટોએ એક પરિવારને પકડવાની કોશિશમાં તેમના પાંચ વર્ષના બાળકની અટકાયત કરી હતી. મંગળવારે બપોરે ફેડરલ એજન્ટો પાંચ વર્ષના લિયામ કોનેજો રામોસને પરિવારના ડ્રાઇવ-વેમાં ચાલતી કારમાંથી લઈ ગયા હતા. તાજેતરના અઠવાડિયામાં ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવાયેલો આ ચોથો વિદ્યાર્થી બન્યો હતો.

આ બાળકની મમ્મી ઘરમાં જ હતી. પપ્પાએ બાળકની મમ્મીને ઘરનો દરવાજો ન ખોલવા કહ્યું હતું. આ પરિવાર ૨૦૨૪માં અમેરિકા આવ્યો હતો અને તેમનો રાજ્યાશ્રયનો કેસ છે. આ પરિવારને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો નથી.

હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ફેડરલ એજન્ટોએ કોઈ બાળકને નિશાન બનાવ્યું નથી. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે બાળકના પપ્પા ઍડ્રિયન ઍલેક્ઝાન્ડર કોનેજો એરિયાસની ધરપકડ કરવાની કોશિશ કરી હતી, પણ તે બાળકને છોડીને પગપાળા ભાગી ગયો હતો. તે ઇક્વાડોરનો છે અને ગેરકાયદે રીતે અમેરિકામાં રહે છે.’  

united states of america international news world news news