05 April, 2025 10:55 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નેપાલમાં ગઈ કાલે રાત્રે ૭.૫૨ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૦ નોંધાઈ હતી. જોકે ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નહોતા. ભૂકંપનું કેન્દ્ર નેપાલના ટાલેંગાઉ નજીક નોંધાયું હતું. ભૂકંપની ઊંડાઈ ૨૦ કિલોમીટર હતી. નેપાલમાં આવેલા ભૂકંપના કારણે ઉત્તર ભારતમાં પણ આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશના લખનઉ અને ઉત્તરાખંડના પિથોરાગઢમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી.