બ્રિક્સ દેશોની બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે રશિયા જશે

19 October, 2024 12:19 PM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

આ વર્ષે વડા પ્રધાન મોદીની આ બીજી વાર રશિયા મુલાકાત રહેશે,

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે રશિયા જશે. ૨૨ અને ૨૩ ઑક્ટોબરે કઝાનમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના ચૅરમૅનપદે ૧૬મા બ્રિક્સ દેશોનું શિખર સંમેલન યોજાયું છે. એમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા (BRICS-બ્રિક્સ)ના ટોચના નેતાઓ ભાગ લેવાના છે. આ વર્ષે વડા પ્રધાન મોદીની આ બીજી વાર રશિયા મુલાકાત રહેશે, કારણ કે આ પહેલાં જુલાઈમાં તેઓ રશિયા ગયા હતા.

narendra modi russia international news world news brics