17 January, 2025 07:51 AM IST | New York | Gujarati Mid-day Correspondent
બરાક અને મિશેલ ઓબામા
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા અને તેમનાં પત્ની મિશેલ ઓબામા ડિવૉર્સ લઈ રહ્યાં છે એ અટકળો દિવસે-દિવસે જોર પકડતી જાય છે. મિશેલ તાજેતરમાં બરાબ ઓબામા સાથે જાહેર કાર્યક્રમોમાં જોવા નથી મળી રહ્યાં એને પગલે આ અફવા ઊડી છે. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જિમી કાર્ટરની અંતિમવિધિમાં મિશેલ નહોતાં ગયાં અને હવે અમેરિકાના ૪૭મા પ્રેસિડન્ટ તરીકે શપથ લેનારા ડોનલ્ડ ટ્રમ્પના સમારોહમાં પણ તેઓ નથી જવાનાં.