19 March, 2026 10:54 AM IST | America | Gujarati Mid-day Correspondent
પોસ્ટર
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી દ્વારા ગેરકાયદે રીતે રહેતા ભારતીયોને સ્વેચ્છાએ અમેરિકા છોડવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક પોસ્ટર બહાર પડાયું છે જે વિવાદાસ્પદ બની ગયું છે.
આ પોસ્ટર પર ભારતના વિશ્વપ્રસિદ્ધ પ્રતીક તાજમહલની તસવીર મૂકવામાં આવી છે અને એના પર મોટા અક્ષરે ‘ફ્લાય ટુ ઇન્ડિયા ફૉર ફ્રી’ એટલે કે મફતમાં ભારત પાછા જાઓ એવું લખવામાં આવ્યું છે.
આ ઉપરાંત અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો CBP Home નામની મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા સ્વૈચ્છિક દેશનિકાલ એટલે કે સેલ્ફ-ડિપૉર્ટેશન માટે નોંધણી કરી શકે છે એમ પણ જણાવાયું છે.
ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના દાવા પ્રમાણે આ એક એવી તક છે જ્યાં લોકોને કોઈ પણ પ્રકારના ખર્ચ વગર પોતાના વતન પાછા ફરવાની સુવિધા આપવામાં આવશે.