31 December, 2022 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: બેનેડિક્ટ ટ્વિટર
પૂર્વ કેથોલિક પોપ બેનેડિક્ટ XIV (સોળમાનું) વેટિકન સિટીમાં શનિવારે અવસાન થયું. તેમણે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. વેટિકન ચર્ચના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દુઃખ સાથે કહેવું પડે છે કે ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટ XVI નું વેટિકનના મેટર એક્લેસિયા મઠમાં સવારે 9:34 વાગ્યે નિધન થયું છે.
બેનેડિક્ટ XVI ના મૃત્યુ પર, વેટિકન સિટીના પોપ ફ્રાન્સિસે કહ્યું કે તેઓ વારંવાર તેમની મુલાકાત લેતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેનેડિક્ટ 16મી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. વૃદ્ધાવસ્થાના કારણે તેમની તબિયત લથડી હતી. પોપ ફ્રાન્સિસે બુધવારે વેટિકનમાં સામાન્ય પ્રેક્ષકોને બેનેડિક્ટ XVI માટે વિશેષ પ્રાર્થના કરવા અપીલ કરી હતી. પોપ ફ્રાન્સિસે કહ્યું હતું કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ચર્ચ પર તેમની કૃપા અંત સુધી જળવાઈ રહે.
આ પણ વાંચો: Year Ender 2022: યુદ્ધ, વિરોધ પ્રદર્શન અને સંકટ વચ્ચે ચર્ચામાં રહ્યાં આ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ
બેનેડિક્ટ XVI નો જન્મ જર્મનીમાં થયો હતો અને તેનું બાળપણનું નામ જોસેફ રેટ્ઝિંગર હતું. બેનેડિક્ટ 2005માં વેટિકન સિટીના પોપ તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેઓ 78 વર્ષના હતા અને સૌથી વૃદ્ધ પોપમાંના એક હતા. તેઓ લગભગ આઠ વર્ષ સુધી રોમન કેથોલિક ચર્ચના પોપ હતા. તેમણે 2013 માં પોપના પદનો ત્યાગ કર્યો, 1415 માં ગ્રેગરી XII પછી રાજીનામું આપનાર પ્રથમ પોપ બન્યા.