રીમા કાગતીના વેબ-શો ફૉલનમાં વિજય વર્મા

22 January, 2020 01:48 PM IST  |  Ahmedabad

રીમા કાગતીના વેબ-શો ફૉલનમાં વિજય વર્મા

વિજય વર્મા

‘ગલી બૉય’ ફિલ્મમાં મોઈનભાઈના રોલથી જાણીતો થયેલા અભિનેતા વિજય વર્મા પાસે એકથી વધુ રસપ્રદ પ્રોજેક્ટ્સ છે. હવે તે એક થ્રિલર વેબ-શોમાં દેખાવાનો છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન-હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આ શોનું નામ ‘ફૉલન’ છે જેનું ડિરેક્શન રીમા કાગતી સંભાળી રહી છે.

રીમા કાગતી ‘તલાશ’, ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ અને ‘ગોલ્ડ’ જેવી ફિલ્મો માટે જાણીતી છે. વિજય વર્મા ઉપરાંત ગુલશન દેવૈયા જેણે ‘હન્ટર’, ‘શૈતાન’ અને ‘મર્દ કો દર્દ નહીં હોતા’ જેવી ફિલ્મો કરી છે એ પણ આ શોમાં મહત્ત્વના રોલમાં દેખાશે.

૨૦૨૦ની ૧ જાન્યુઆરીએ રિલીઝ થનારી નેટફ્લિક્સની ઓરિજિનલ ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં પણ વિજય વર્મા જોવા મળશે. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં દિબાકર બૅનરજી, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર અને કરણ જોહર મળી ચાર ડિરેક્ટરની જુદી-જુદી ચાર વાર્તા દર્શાવવામાં આવશે. એમાં ઝોયા અખ્તરના સેગમેન્ટમાં વિજય વર્મા જાહ્‍નવી કપૂર, રઘુવીર યાદવ અને સુરેખા સિકરી સાથે જોવા મળશે. આ ઉપરાંત તે મીરા નાયરની વેબ-સિરીઝ ‘અ સૂટેબલ બૉય’માં પણ છે.

web series reema kagti